ગોધરા સ્થિત ફુડ પ્રોડક્ટસનુ ઉત્પાદન કરતી કંપની સીલ નહીં મારવા રૂ. 10 લાખની માગણી કરાઇ હતી.
કંપનીમાં ચેકિંગ દરમિયાન રૂ. 50 હજાર લઇ બાકીની રકમ માટે અવાર-નવાર માંગણી કરવામાં આવતી
ACB એ છટકુ ગોઠવી CGST ના બે અધિકારીઓને રૂ. 2.50 લાખની લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડ્યાં
[caption id="attachment_1277496" align="aligncenter" width="1280"] Central GST Officers, Nitinkumar Gautam And Shivraj Mina , Inspector (Vadodara, Gujarat)[/caption]
WatchGujarat. હાલોલ તાલુકાના બાસ્કા ખાતે ફુડ પ્રોડટક્સનુ ઉતપાદન કરતી કંપનીને સીલ નહીં મારવા માટે સેન્ટ્રલ જી.એસ.ટી વિભાગના અધિકારીઓ દ્વારા કંપની સંચાલક પાસે રૂ. 10 લાખની લાંચની માગણી કરવામાં આવી હતી. કંપનીમાં ચેકિંગ દરમિયાન જ અધિકારીઓએ રૂ. 50 હજાર તો લઇ લીધા હતા અને બાદમાં બાકીની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહીં હતી. જેથી કંપની સંચાલકે સેન્ટ્રલ જી.એસ.ટી (CGST) અધિકારીઓના ત્રાસથી કંટાળી લાંચ રૂશ્વત વિરોધી શાખાને જાણ કરાતા જી.એસ.ટી વિભાગના વર્ગ-2 અને વર્ગ-3ના બે લાંચીયા અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે.
બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, હાલોલ તાલુકા બાસ્કા ગામ સ્થિત જય કુબેર ફ્લોર એન્ડ ફુડ પ્રોડટક્સ પ્રા.લી કંપની આવેલી છે. જેમાં કંપની દ્વારા પાણી, સોફ્ટ ડ્રીંક્સ અને નમકીનનુ ઉત્પાદન કરવામાં આવે છે. દરમિયાન ગત તા. 15 જુનના રોજ વડોદરા જી.એસ.ટી વિભાગના અધિકારી નિતીનકુમાર રામસીંગ ગૌતમ અને તેમની ટીમ કંપનીમાં ચેકિંગ અર્થે પહોંચી હતી. જ્યાં કંપનીમાં સર્ચ અને પંચનામુ કર્યા બાદ તા. 22 જુનના રોજ વડોદરા ખાતેની જી.એસ.ટી કચેરી હાજર થવા કંપની સંચાલકને સમન્સ આપ્યું હતુ.
આ દરમિયાન કંપની સંચાલકને જી.એસ.ટી અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે, રૂપિયા આપશો તો વાત બનશે તેમ કહીં કંપની સીલ નહી મારવાના રૂ. 10 લાખ માગવમાં આવ્યાં હતા. જોકે તાત્કાલીક આટલી રકમની વ્યવ્સથા ન હોવાથી અઘિકારી દ્વારા કંપની સંચાલક પાસેથી સ્થળ પર રૂ. 50 હજાર લેવામાં આવ્યાં હતા. અને બાકીની રકમ માટે અવાર નવાર માગણી કરવામાં આવી રહીં હતી. જેથી કંપની સંચાલકે આખરે કંટાળી જઇ આ મામલે એન્ટી કરપ્શન બ્યુરેને (Anti Corruption Bureau) જાણ કરી તમામ જરૂરૂ પુરાવા આપ્યાં હતા.
જેથી એ.સી.બી દ્વારા આજરોજ વડોદરા ખાતે છટકુ ગોઠવવામાં આવ્યું હતુ. જ્યાં જી.એસ.ટી અધિકારી નિતીનકુમાર ગૌતમ સાથે ફોન કરી વાત કરી જી.એસ.ટીવી વર્ગ-3ના અધિકારી શિવરાજ સત્યનારાયણ મીણા (ઇન્સપેકટર)ને રૂ. 2.50 લાખની લાંચની રકમ આપી દેવા જણાવ્યું હતુ. જેથી લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એ.સી.બી એ જી.એસ.ટી ઇન્સપેકટર શિવરાજ મીણાને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યાં હતા. અને તેની પુછપરછ કરતા નિતીનકુમાર ગૌતમ અને શિવરાજ મીણની જુગલબંધી ખુલ્લી પડતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે.