• પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે 4 કલાક જેલમાં રહી કેદીઓને રસી આપી

WatchGujarat વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ આજે વડોદરા સેન્ટ્રલ જેલની ચોંકશો નહીં.આ ટીમે કોઈ ગુનો આચર્યો નથી પરંતુ માનવતા ના કામે તેઓ લગભગ ચારેક કલાક જેલવાસી થયાં હતાં.

રાજ્યની જેલોના અધિક પોલીસ મહાનિર્દેશક ડો.કે.એલ.એન.રાવ કેદી કલ્યાણ ની અનેક પહેલોના પ્રણેતા છે. જ્યારે આખા દેશમાં લોકોને કોરોના સામે સલામત કરવા રસી મુકવામાં આવી રહી છે ત્યારે, ભલે ગુનાની સજા ભોગવતા હોય પરંતુ રસી મેળવવાનો એમનો પણ અધિકાર છે.

એ અધિકારનો અમલ કરવા ડો.રાવના માર્ગદર્શન હેઠળ અને રસીકરણની ગાઈડ લાઇન અનુસરીને રાજ્યની જેલોના અંતેવાસીઓને જેલની ચાર દીવાલોમાં જ રસી આપવાની વ્યવસ્થા કરી છે. તેના હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં આજે વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સહયોગથી કેદીઓનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.

હવાલાના જેલ અધિક્ષક વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે 4 મહિલાઓ સહિત કુલ 148 કેદીઓને રસી મૂકવાની સાથે, લેવા યોગ્ય તકેદારીઓની સમજણ આપવામાં આવી હતી. આ લોકો 45 થી ઉપરની વય જૂથના હતાં. કેદીઓએ પણ આ રસીની અગત્યતા સમજીને સહયોગ આપ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud