પાદરાના સરસવણી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો
બે મૃતદેહ અને એક જીવિત બાળકને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા
કારમાં ફસાયેલા તમામ લોકોને ક્રેન દ્વારા કાર ચીરીને બહાર કાઢવામાં આવ્યા
WatchGujarat. વડોદરા જિલ્લાના પાદરા તાલુકા નજીક સરસવણી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક દ્વારા સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમા આવેલી વરસાદી કાસમાં આવેલા ઝાડ સાથે અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે એક બાળકનો ચમત્કારિ બચાવ થયો હતો.
પાદરા-કરજણ રોડ પર સરસવણી ગામ નજીક શનિવારે રાત્રે કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેને પગલે કારમાં 3 લોકો ફસાયા હતા. ફસાયેલા લોકોને ભાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડે સ્થાનિક રહીશો અને બે JCB મશીનની મદદથી બે મૃતદેહ અને એક જીવિત બાળકને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા.
અકસ્માતના કારણે કારમાં ફસાયેલા લોકોને ભાર કાઢવામાં મુશ્કેલીઓ પડતા બે ક્રેન દ્વારા કારને ચીરીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળે જ કાર ચાલક અને કારમા બેસેલ અન્ય મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે બાળકને ગંભીર ઈજાઓ પહોચતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં સરવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
ગમખ્વાર કારના અકસ્માતની ઘટનાની જાણ પાદરા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવેલા 28 વર્ષીય ઝુબેરભાઈ બનઝારા અને 32 વર્ષીય ઘાંચી રેશ્માબેન જાહિદ્રાઇ સહિત બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 12 વર્ષીય ઘાંચી અતિક જાવેદભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.