ચારેય શખ્સો સ્નેચિંગ કરેલા મોબાઈલ વહેંચવા જતા હતા
પોલીસે રૂ, 39,000ની કિંમતના 7 મોબાઇલ અને 2 પલ્સર બાઈક મળી કુલ રૂ, 1.30લાખની મતાનો મુદ્દામાલ કબ્જે કર્યો
WatchGujarat હરણી પોલીસે ગોલ્ડન ચોકડી પાસે વાહન ચેકીંગ દરમિયાન બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગ કરતા સગીર સહિત 4 શખ્સોને પકડી પાડ્યા છે. ચારેય શખ્સો સ્નેચિંગ કરેલા મોબાઈલ વહેંચવા જતા હતા. પોલીસે રૂ, 39,000ની કિંમતના 7 મોબાઇલ અને 2 પલ્સર બાઈક મળી કુલ રૂ, 1.30લાખની મતાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ સસ્નેચીંગના કિસ્સાઓ બની રહ્યા છે. જેને અટકાવવા શહેર પોલીસદ્વારા કામગરીરી હાથ ધરવામાં આવી છે. દરમિયાન હરની પોલીસ સ્ટાફ ગોલ્ડન ચોકડી પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે પોલીસને અંગત બાતમીદારથી બે બાઈક પર ચોરીના મોબાઈલ વેચવા માટે ચાર શખ્સો નીકળવા હોવાની બાતમી મળી હતી. જેથી હરણી પોલીસ કર્મીએ વોચ ગોઠવી 4 શખ્સોને પકડી પાડ્યા હતા.
પોલીસે સુનિલ ઉર્ફે ઝમરુ પુનમભાઈ રાઠોડ(રહે,આજવારોડ), રોશન શંકરભાઇ લોહાણા (રહે, ખોડિયારનગર), રાજેશભાઈ ઉર્ફે રાજલો ભલાભાઈ રાઠવા (રહે, આજવા રોડ) અને એક સગીરને પકડી પાડી ઊંડાણ પૂર્વક પુછપરછ હાથ ધરી હતી. જેમાં ચારેય મોબાઈલ સ્નેચરોએ કબલ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારમાંથી ચાલુ બાઇકે 7 જેટલા મોબાઈલની સ્નેચીંગ કર્યા હતા. પોલીસે ચારેયની પુછપરછ દરમિયાન હરણી વિસ્તારમાં બનેલ મોબાઈલ સ્નેચિંગનો ગુનો ડિટેકટ કર્યો હતો. પોલીસે રૂ, 39,000ની કિંમતના 7 મોબાઇલ અને 2 પલ્સર બાઈક મળી કુલ રૂ, 1.30લાખની મતાનો મુદ્દામાલ કબ્જે કરી ચારેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્યાં મોબાઈલને ક્યાંથી સ્નેચિંગ કરવામાં આવ્યો હતો
દરજીપુરા એરફોર્સ બ્રિજની બાજુમાં આવેલ ગામડાનો રોટલો હોટેલ પાસેથી સેમસંગ કંપનીનો એમ -20 મોબાઈલ
સયાજી માર્કેટ સામે આવેલ ને.હા 48 પરથી સેમસંગ કંપનીનો મોબાઈલ
વાઘોડિયા બ્રિજ પાસે આવેલ એલએનટી કંપની પાસેના ને.હા 48 પરથી વિવો કંપનીનો મોબાઈલ
વાઘોડિયા બ્રિજ નીચે સર્વિસ રોડ, સુરત જવાના રોડ પરથી વિવો કંપનીનો મોબાઈલ
ગોલ્ડન ચોકડી રાજસ્થાની ધાબા પાસે, સુરત જવાના રોડ પરથી ઓપો કંપનીનો મોબાઈલ
ગોલ્ડન ચોકડી ને.હા 48, આરટીઓ જવાના રોડ પાસેથી રેઇડ-મી કંપનીનો મોબાઈલ
વાઘોડિયા બ્રિજ ઉતરીને સર્વિસ રોડ ઉપરથી વિવો કંપનીનો મોબાઈલ