ગઠિયાઓએ ઈનોર્બીટ મોલમાં આવેલ આઇવીનશ એપલ સ્ટોરમાં 3.19 લાખની મતાની છેતરપિંડી કરી
છેતરપિંડી કરનાર 4 પૈકી મુંબઈના 2 શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી
WatchGujarat ઈનોર્બીટ મોલમાં આવેલ આઇવીનશ એપલ સ્ટોરમાંથી 3.19 લાખના મોબાઈલની ખરીદી કરી બલ્ક મેસેજ એપ્લિકેશનના માધ્યમથી પેમેન્ટ ચૂકવ્યાના ખોટો મેસજો બતાવી છેતરપીંડી આચરનાર બે ગઠિયાને ગોરવા પોલીસે ઝડપી પાડ્યા છે. જયારે બાકી રહેલાં મુંબઈના બે ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.
શહેરના માણેજા વિસ્તારમાં આવેલ ગોવર્ધન નગરમાં રહેતા કૌશિકભાઈ નટવરભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઈનોર્બીટ મોલમાં આવેલ આઇવીનશ એપલ સ્ટોરમાં નોકરી કરે છે. ગત 25 માર્ચના રોજ અમારા એપલ સ્ટોરમાં ત્રણ શખ્સો આવ્યા હતા અને ત્રણેય શખ્સોએ એક આઇવોચ, બે એપલના ફોન, બે ટફન અને ચાર ચાર્જર મળી કુલ રૂ. 3,19,478ની મતાના ખરીદી કરી હતી. અને આ તમામ ખરીદીનું પેમેન્ટ તેમણે UPI મારફતે કર્યું હતું.
દરમિયાન 27 માર્ચના રોજ કૌશિકભાઈ ઉપર સુરતની હેડ ઓફિસથી ફોન આવ્યો હતો અને એક આઇવોચ, બે એપલના ફોન, બે ટફન અને ચાર ચાર્જરનું પેમેન્ટ મળ્યું નથી. જેથી તેઓએ સ્ટોરના બેંક એકઉન્ટમાં તપાસ કરતા ખરીદી કરવા સ્ટોરમાં આવેલા ત્રણેય શખ્સોએ UPI મારફતે કરેલું પેમન્ટ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયુ ન હોવાનું જણાયું હતું. જેથી ખરીદી કરનાર ત્રણેય શખ્સોના મોબાઈલ નંબર મારફતે સંપર્ક કરતા સંપર્ક થયો ન હતો. જેથી તેમણે બનાવ અંગે સ્ટોરમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગોરવા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ હતી.
ગોરવા પોલીસે આ અંગે છેતરપિંડીનો ગુનો નોંધી ત્રણ પૈકી બે ગઠિયાઓને અમદાવાદથી પકડી પાડ્યા હતા. જેની પુછપરછ કરતા ચોંકવનારી વિગતો સામે આવી છે. આ મામલે આ ગુનાની તપાસ કરી રહેલા પીએસઆઇ કમલેશ ચાવડાએ WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગત 25 માર્ચના રોજ ત્રણેય શખ્સોએ ઈનોર્બીટ મોલમાં આવેલ આઇવીનશ એપલ સ્ટોરમાંથી રૂ. 3,19,478ની મતાના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી કરી હતી. જેમાં ત્રણેય ગઠિયાએ બલ્ક મેસેજ એપ્લિકેશનનો ઉપયોગ કરી પેમેન્ટ ચૂકવાઇ ગયાનો મેસેજ જનરેટ કરી છેતરપિંડી આચરી હતી. તેમજ આ છેતરપિંડીમાં સંડોવેયલ 4 પૈકી અમદાવાદના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ બાકી રહેલા બે મુંબઈના શખ્સોની શોધખોળ ચાલુ છે. આ ઉપરાંત પોલીસે રૂ, 1.34 લાખની મતાનો એક આઈ ફોનન 12 પ્રો- મેક્સ મોબાઈલ કબ્જે કર્યો છે.
આ બંને ગઠિયાએ એપલ સ્ટોરમાં છેતરપિંડી આચરી
અક્ષેશ દિનેશભાઇ પંચાલ (રહે, ન્યુ રાણીપ, અમદાવાદ)
મોહીત હરિકિશન રાજપૂત (રહે, નિર્ણયનગર, અમદાવાદ)