• ગત તા. 19 જાન્યુઆરીના રોજ માથાભારે બિચ્છુ ગેંગના 26 ગુનેગારો સામે GujCTOC હેઠળ ગુનો નોંધાયો હતો.
 • અગાઉ GujCTOC હેઠળ અસલમ સહિત 20 ગુનેગારોના રિમાન્ડ પુરા થતા રાજ્યની જુદી જુદી જેલમાં ધકેલાયા હતા.

WatchGujarat. રાજ્યમાં ઓગ્રેનાઇઝ ક્રાઇમને અંજામ આપનાર તત્વો સામે સરકાર દ્વારા GujCTOCનો કાયદો લાદવામાં આવ્યો હતો. જેમાં વડોદરા ખાતે બિચ્છુ ગેંગના 26 ગુનેગારોમાં GujCTOC સામે ગુનો નોંધાયો હતો. અત્યાર સુધી પોલીસે આ મામલે બિચ્છુ ગેંગના મુખીયા અસલમ બોડિયા સહીત 20ની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આજરોજ બિચ્છુ ગેંગના વધુ 2 ગુનેગારનેક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

GujCTOC હેઠળ બિચ્છુ ગેંગના 26 માથાભારે ગુનેગારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ ગેંગનો મુખ્ય સૂત્રધાર અને માથાભારે અસલમ બોડિયા સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન આજ રોજ બાકી રહેલા 6 આરોપીઓ પૈકી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સના આધારે યાકુતપુરા વિસ્તારમાંથી અજરૂદીન ઉર્ફે અજ્જુ ઇસ્માઇલ ઉર્ફે અલ્લુ શેખ(રહે, યાકુતપુરા) અને ઈરફાન ઉર્ફે ખન્ના નબી શેખ(રહે,યાકુતપુરા)ની ધરપકડ કરી છે.

આમ અત્યાર સુધીમાં 26 પૈકી કુલ 20ની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપીઓ પૈકી વધુ 2ની ધરપકડ કરતા કુલ આંક 22 પર પહોંચ્યો છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓના કોરોના રિપોર્ટની તજવીજ હાથ ધરી કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બિચ્છુ ગેંગના ઝડપાયેલા વધુ બે સામે કેટલાક ગુના નોંધાયા છે.

પોલીસે ગત રોજ બિચ્છુ ગેંગના વધુ બે માથાભારે ગુનેગારોની ધરપકડ કરી હતી. જેમાં અજરૂદીન ઉર્ફે અજ્જુ ઇસ્માઇલ ઉર્ફે અલ્લુ શેખ સામે જુદા જુદા 07 ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે ઈરફાન ઉર્ફે ખન્ના નબી શેખ સામે પોલીસ ચોપડે 10 ગુનાઓ નોંધાયેલા છે.

અત્યાર સુધી બિચ્છુ ગેંગના આ 20 માથાભારે ગુનેગારોની પોલીસે ધરપકડ કરી 

 • અસલમ ઉર્ફે બોડિયો હૈદરમિયા શેખ (રહે. નવાપુરા, મહેબુબપુરા)
 • અરુણ પ્રકાશભાઈ ખારવા (રહે,નવાપુરા, ખારવાવાડ)
 • અસ્ફાક ઉર્ફે બાબા ઇકબાલભાઇ શેખ (રહે,યાકુતપુરા)
 • મહંમદનદીમ ઉર્ફે ભોલુ દાઢી ગુલામદસ્તગીર સિંધી (રહે, યાકુતપુરા)
 • મોઇન ઉર્ફે બકરી સિરાજ મિયા સૈયદ (રહે,યાકુતપુરા)
 • મહંમદ સાજીદ ઉર્ફે કટાર રફીકભાઇ શેખ (રહે, ફતેપુરા)
 • હનીફ ઉર્ફે બાટલો ઝહિરખાન પઠાણ (રહે,યાકુતપુરા)
 • મહંમદ ઈર્શાદ  ઉર્ફે હીરો વારિસઅલી શેખ (રહે,યાકુતપુરા)
 • અતિક સફદર હુસેન મલેક (રહે,યાકુતપુરા)
 • મહંમદ તૌસીફ ઉર્ફે બલ્લુ અબ્દુલમજીદ શેખ (રહે, યાકુતપુરા)
 • અશરફખાન બસીરખાન પઠાણ  (રહે, યાકુતપુરા)
 • શોએબઅલી ઉર્ફે બાપુ યુસુફઅલી સૈયદ (રહે, યાકુતપુરા)
 • મહંમદહનીફ ઉર્ફે અન્નુમિયાં અલાઉદીન શેખ (રહે, યાકુતપુરા)
 • રમઝાન ઉર્ફે કાલીયો ઉર્ફે દાઢી છોટુમીયા સિંધી(રહે,તાંદલજા)
 • તૌસીફ ઉર્ફે ભુરીયો સબ્બીરહુસેન મલેક (રહે,નાનીછીપવાડ)
 • સુલતાન ઉર્ફે તાન સતાર મીરાંશી (રહે,ફતેપુરા)
 • સુલતાન ઉર્ફે ટીપુ યુસુફમીયાં શેખ(રહે, ફતેપુરા)
 • મહંમદ ઇશાક ઉર્ફે લાલા મહમદસાદીક દુધવાલા (રહે, યાકુતપુરા)
 • ઈર્શાદઅલી ઉર્ફે ખલી ઈમ્તિયાઝઅલી સૈયદ (રહે, યાકુતપુરા)
 • શાહરૂખ અબ્દુલ હબીબખાન પઠાણ (રહે, યાકુતપુરા)
 • અજરૂદીન ઉર્ફે અજ્જુ ઇસ્માઇલ ઉર્ફે અલ્લુ શેખ (રહે, યાકુતપુરા)
 • ઈરફાન ઉર્ફે ખન્ના નબી શેખ(રહે, યાકુતપુરા)

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud