રેપ કેસમાં સંડાવાયેલા રાજુ ભટ્ટ હાલ જ્યુડીશ્યલ કસ્ટડીમાં છે.
ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પીડિતાએ ફરીયાદ નોંધાવતા અશોક જૈન અને રાજુ ભટ્ટ ફરાર થઇ ગયા હતા.
અશોક જૈનની ગત તા. 7 ઓકટોબરના રોજ પાલિતાણાથી ધરપકડ કરવામાં આવી હતી.
નામી બુટલેગર અને રેપ કેસમાં ચર્ચાસ્પદ રહેલો પીડિતાનો મિત્ર અલ્પુ સિંધી પણ એજ દિવસે હરિયાણાના ગુરૂગ્રામથી ઝડપાયો હતો.
[caption id="attachment_1409992" align="aligncenter" width="1280"] Ashok Jain[/caption]
WatchGujarat. ટોક ઓફ ઘ ટાઉન બનેલો ગોત્રી હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં સંડોવાયેલા અશોક જૈન અને રાજુ ભટ્ટ બન્નેની ધરપકડ બાદ તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જોકે રિમાન્ડ દરમિયાન પોલીસે જરૂરી તમામ પુરાવા એકત્ર કર્યા હતા. હાલ રાજુ ભટ્ટ જેલમાં છે, ત્યારે અશોક જૈનના પણ આજરોજ રિમાન્ડ પુરા થતાં પોલીસે ફરધર રિમાન્ડ ન માગતા તેને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
ગત તા. 19 સપટેમ્બરના રોજ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એલ.એલ.બીનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જેમાં પીડિતા સાથે સી.એ અશોક જૈન અને રાજુ ભટ્ટ દ્વારા દુષ્કર્મ આચરી તેણીને માર મારવામાં આવ્યો ફરીયાદ નોંધાતા બન્ને ફરાર થઇ ગયા હતા. દુષ્કર્મા આરોપીઓને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ પાસેથી તપાસ આંચકી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જેમાં વડોદરા પોલીસ દ્વારા SIT ની રચના કરી સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઇ હતી. દરમિયાન જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા રાજ્યના વિવિધ શહેર તથા રાજ્ય બહાર પણ દરોડા પાડવામાં આવ્યાં હતા.
આ મામલની તપાસ દરમિયાન રાજુ ભટ્ટને ભગાડવામાં કાનજી મોકરિયાની ભૂમિકા બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. કાનજી મોકરિયાની ધરપકડના ગણતરીના કલાકોમાં જ રાજુ ભટ્ટને જૂનાગઢથી પોલીસે ઝડપી પાડ્યો હતો. રાજુ ભટ્ટની ધરપકડ બાદ પોલીસે બે વખત રિમાન્ડ મેળવ્યાં હતા. તેવામાં ગત તા. 7 ઓકટોબરના રોજ ગૃહમંત્રી હર્ષ સંઘવી શહેરના મહેમાન બનતાની સાથે જ અશોક જૈન પાલિતાણાથી અને પ્રોહિબીશનના બે ગુનાઓમાં વોન્ટેડ ચર્ચાસ્પદ બુટગેલર અલ્પુ સિંધી હરિયાણાથી મળી આવ્યો હતો.
જોકે અશોક જૈનની ધરપકડ બાદ પોલીસે સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રકશન તેમજ આટલા સમય સુધી ફરાર રહીં તેને ક્યાં ક્યાં આશ્રય મેળવ્યો સહિત અનેક મહત્વના મુદ્દાઓની તપાસ હાથ ધરી હતી. આજ રોજ અશોક જૈનના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજુ કરાયો હતો. જ્યાં પોલીસે અશોક જૈનના ફરધર રિમાન્ડની માગણી ન કરતા તેને આખરે જેલ હવાલે કરાયો હતો.