• દુષ્કર્મ કેસમાં ફરાર અશોક જૈન અને રાજુ ભટ્ટની મિલ્કતો ટાંચમાં લેવા પોલીસની તજવીજ શરૂ
  • ગોત્રી પોલીસ સ્ટેશનમાં સી.એ અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે લો ની વિદ્યાર્થીનીએ બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી.
  • ફરીયાદ નોંઘાતા સ્થાનિક પોલીસ કઇ ઉકાળી ન શકતા આખરે બે દિવસ પહેલા સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ
  • અશોક જૈન અને રાજુ ભટ્ટને વહેલી તકે ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની સાત ટીમો બનાવી રાજ્ય બહાર પણ દોડતી કરાઇ
  • અલ્પુ સિંધીની પણ ક્રાઇમ બ્રાન્ચ શોધખોળ કરી રહીં છે.
  • અશોક જૈન અને રાજુ ભટ્ટ વિદેશ ન ભાગી જાય તે માટે એરપોર્ટ ઓથોરીટી અને ઇમેગ્રેશન વિભાગને પણ જાણ કરવામાં આવી

WatchGujarat. રાજ્ય ભરમાં ચકચાર મચાવનાર ગોત્રી દુષ્કર્મ મામલે રોજે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. જ્યારે પોલીસ માટે અશોક જૈન અને રાજુ ભટ્ટ માથાનો દુખાવો બની ગયા છે. તેવામાં ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાતા આજે વહેલી સવારથી ભારે ચર્ચા જાગી હતી કે, રાજુ ભટ્ટ પોલીસ સમક્ષ સરેન્ડર થઇ ગયો છે. દિવસ ભર આ વાતને લઇને શહેરમાં ભારે ચર્ચાઓ ઉઠી હતી. પરંતુ આ અંગે તપાસ કરતા દિવસ ભર ચાલેલી વાત આખરે અફવા નિકળી છે. જોકે ક્રાઇમ બ્રાન્ચે બન્નેને ઝડપી પાડવા વધુ ટીમો બનાવી રાજ્ય બહાર પણ શોધખોળ કરવામાં આવી રહીં છે.

ગત તા. 19 સપ્ટેમ્બરના રોજ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પીડિતાએ પોતાની સાથે બનેલી દુષ્કર્મની ઘટના પોલીસને વર્ણવી હતી. જેથી પોલીસે જરૂરી પુરાવા મેળવી આ મામલે સી.એ અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધતા બન્ને ભુગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારે ગોત્રી પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે. જોકે ચાર દિવસ દરમિયાન ગોત્રી પોલીસ આ ચકચારી બનાવમાં કંઇ ઉકાળી ન શકતા આખરે સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંભાળતાની સાથે ગત રોજ પીડિતાની ઊંડાણપૂર્વક પુછપરછ કરી જીણવટભરી માહિતી એકત્ર કરી હતી. દરમિયાન ભુગર્ભમાં ઉતરી ગયેલા અશોક જૈન અને રાજુ ભટ્ટને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચે રાજ્ય બહારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેવામાં આજ સવારથી જ શહેરમાં ભારે ચર્ચા જાગી હતી કે, રાજુ ભટ્ટ પોલીસ સમક્ષ હાજર થયો છે. દિવસભર આ મામલે ભારે ચર્ચા ઉઠી હતી અને આખરે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ વાતને સમર્થન ન આપતા તેને અફવા ગણાવી હતી.

એક તબક્કે એવી પણ વાત ઉઠી હતી કે, અશોક જૈન અને રાજુ ભટ્ટ વિદેશ ભાગવાની તૈયારી કરી રહ્યાં છે, જેથી તમામ જરૂરી એરપોર્ટ ઓથોરીટી અને ઇમીગ્રેશન વિભાગને પણ આ મામલાની જાણ કરવામાં આવી હોવાની વિગત પ્રાપ્ત થઇ રહીં છે.

રાજ્યભરમાં ચકચાર મચાવી રહેલા ગોત્રી દુષ્કર્મમાં કાંડમાં સપડાયેલા અશોક જૈન અને રાજુ ભટ્ટને શોધવા પોલીસ માટે માથાનો દુખાવો બની ગયા છે. ગત રોજ ક્રાઇમ બ્રાન્ચે બન્નેને ઝડપી પાડવા ચાર જેટલી ટીમો બનાવી હતી. જોકે અશોક જૈન અને રાજુ ભટ્ટ અનેક મોટા સંપર્કો ધરાવતા હોવાથી હવે ક્રાઇમ બ્રાન્ચે ટીમ વધારીને રાજ્ય બહાર પણ તેમની શોધખોળનો ધમધમાટ શરૂ કર્યો છે.

તેમજ પીડિતાની ફરીયાદમાં મુજબ કેસમાં જોડાયેલા તમામ જરૂરી પાસાઓ અને વ્યક્તિઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પુછપરછ કરી નિવેદનો લેવામાં આવી રહ્યાં છે. ચકચારી રેપ કેસમાં અત્યાર સુધી જે પણ વ્યક્તિઓની નામો બહાર આવી રહ્યાં તે તમામની ઊંડાણપૂર્વક પુછતાછ કરી તેમના નિવેદનો લેવાની હાલ પ્રક્રિયા ચાલી રહીં છે. તથા જે કાર એટલે કે મર્સીડીઝ કારમાં પીડિતાને લઇ જવામાં આવતી હતી તે કાર અને અન્ય એક શંકાસ્પદ કાર ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud