• ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પીડીતાએ નામંકિત અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.
  • છેલ્લા ત્રણ દિવસથી ગોત્રી પોલીસના હાથે કંઇ ન લાગતા આખરે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ

WatchGujarat. વડોદરામાં તાજેતરમાં ચકચારી હાઇપ્રોફાઇલ રેપ કેસની રાજ્યભરમાં ભારે ચર્ચા છે. કેસ નોંધાયા બાદથી સ્થાનિક પોલીસ તપાસમાં કંઇ ઉકાળી ના શકતા આજરોજ તપાસ વડોદરા ક્રાઇમ બ્રાચને સોંપી દેવામાં આવી છે. હવે આ મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસ પર સૌ કોઇની નજર રહેશે.

વડોદરામાં તાજેતરમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં 19 સપ્ટેમ્બરના રોજ વડોદરાના કોર્પોરેટ જગતમાં જાણીતા સીએ અશોક જૈન અને રાજુ ભટ્ટ વિરૂદ્ધ દુષકર્મની ફરિયાદ નોંધાઇ હતી. શહેરની ખાનગી યુનિવર્સિટીમાં લો માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ બંને પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ફરિયાદ નોંધાઇ તે સમયે જાણીતા બુટલેગર અલ્પુ સિંઘીનો નજીકનો જણાતો પપ્પુ ડાવર તેની સાથે હોવાનુ સામે આવ્યું હતુ. આ મામલે ફરિયાદ નોંધાવવાથી લઇને આજદિન સુધી અનવની વાતો બહાર આવી રહી છે. ગતરોજ અશોક જૈને ગૃહમંત્રીથી લઇને શહેર પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. જેમાં 10 વિવિધ મુદ્દાઓ ટાંકીને તે પોતે નિર્દોષ છે તેમ જણાવી યોગ્ય તપાસની માંગ કરી હતી.

ફરિયાદ નોંધાયાના ચાર દિવસ બાદ પણ સમગ્ર મામલે પોલીસના હાથે કંઇ લાગ્યું ન હતું. તેનાથી મામલે અવનવા ખુલાસા સામે આવી રહ્યા હતા. જે ચોંકાવનારા હતા. ચાર દિવસ સુધી સ્થાનિક પોલીસ નિષ્ફળ રહ્યા બાદ આજરોજ મામલાની તપાસ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. હવે ક્રાઇમ બ્રાન્ચની આ મામલે કાર્યવાહીમાં શું બહાર આવે છે તેના પર સૌ કોઇની નજર છે.

તપાસ સોંપાતાની સાથે જ શહેર ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી. અને વિવિધ ટીમો બનાવીને રેપ કેસમાં સંડોવાયેલા અશોક જૈન અને રાજુ ભટ્ટની ધરપકડ કરવા છાપા મારવાના શરુ કરી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાડાના ઘરમાં રહેતી વિદ્યાર્થીનીના બેંક એકાઉન્ટમાં લાખોની રકમના વ્યવહારો, 30 જેટલા ગુનામાં સંડોવાયેલા અલ્પુ સિંધીની સતત સીધુ અથવા આડકતરું ઇન્વોલ્વમેન્ટ સહિતના અનેક મુદ્દાઓ મામલામાં શંકાની સોય ઉઠાવે તેવા છે. હવે આગામી સમયમાં વધુ આશ્ચર્યજનક ખુલાસા સામે આવે તો નવાઇ નહિ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud