બોડેલી- ડભોઇ રોડ પર આવેલા છુછાપુરા ગામ નજીક મોડી રાત્રે એસટી બસ અને એમ.પી પાર્સિંગની કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
ફુલ સ્પીડમાં કાર એસ.ટી બસમાં ઘૂસી જતા કચ્ચઘાણ બોલાઇ જતા દરવાજા ચીરી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં
અકસ્માતમાં મૃત્યુ પામનાર કારમાં સવાર તમામ ખરગો જિલ્લાના રહેવાસી
WatchGujarat. હાઇવે પર મોટા ભાગે ચેતવણીના બોર્ડ મારવામાં આવે છે. જ્યાં અનેક જગ્યાએ લખેલુ હોય છે ઝડપની મજા મોતની સજા, પરંતુ કેટલાક એવા લોકો પણ છે જે ઝડપની મજા લેવામાં બધુ ભાન ભૂલી જાય છે. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાયા ત્યારે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. આવું જ કંઇક ગત મોડી રાત્રે વડોદરા નજીક બોડેલી-ડભોઇ હાઇવે પર બન્યું હતું. જ્યાં ફુલ સ્પીડમાં રોંગ સાઇડ આવતી કાર સામે તરફથી આવતી એસ.ટી બસમાં ધડાકાભેર ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
[caption id="attachment_1290869" align="aligncenter" width="1156"] Creta Car in Accident On Dabhoi Bodeli Highway[/caption]
આ બનાવની વિગત એવી છે કે, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક ગત મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. બનાવને પગલે હાઇવે ઉપર એક તબક્કે વાહનોની અવર જવર અટકી ગઇ હતી. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર ચાર લોકોને બહાર કાઢવા દરવાજા ચીરી નાખવા પડ્યાં હતા.

આ બનાવ અંગે એસ.ટી બસના ડ્રાઇવર વિક્રમભાઇ સુભાષભાઇ રાઠવાએ બનાવ અંગે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગત તા. 26 જૂલાઇના રોજ તેઓ છોટાઉદેપુરથી કાલાવાડ રૂટની એસ.ટી બસ સ્લીપર લઇને રવાના થયા હતા. બસમાં કન્ડકટર પ્રવિણભાઇ ડામોર સહિત અન્ય મુસાફરો પણ હાજર હતાત. છોટાઉદેપુર પહોંચવા માટે બોડેલી-ડભોઇ હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. જ્યાં છુછાપુરા ગામ નજીક રાત્રીના અઢી વાગ્યાની આસપાસ સામેથી પુરઝઢપે આવી રહેલી કાર ધડાકભેર બસને સામેથી અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો.
[caption id="attachment_1290870" align="aligncenter" width="1156"] Gujarat ST BUS Sleeper Coach[/caption]
જોકે આ અકસ્માત સર્જાતા બસની નિચે ઉતરીને જોતા કારમાં સવાર ચાર માણસો દબાઇ ગયા હતા. દરમિયાન પોલીસ આવી પહોંચતા કારમાં દબાઇ ગયેલા ચાર માણસોને બહાર કાઢતા ડ્રાઇવર સહિત ચાર લોકોના મોત નિપજ્યાં હોવાનુ જાણવા મળ્યું હતુ.
અકસ્માતમાં મૃત્યુ પામેલા કારમાં સવાર ચાર શખ્સો
1 ગ્યારસીલાલ ફતુજી પટેલ ઉ.વ.36 રહે.જીરભાર તા.સનાવત જી.ખરગોન
2 દિનેશભાઇ શિવરામ પટેલ ઉ.વ.43 રહે.ન્યુ સોલંકી કોલોની વોર્ડ નં.13 મુ.સનાવદ જી.ખરગોન
3 ઇશ્વરલાલ કરશનજી બિરલા ઉ.વ.46 રહે.નર્મદા સિડ્સ સોલંકી કોલોની,મુ.સનાવદ જી.ખરગોન
4 રાજેશ દેવરામ ઉ.વ.37 રહે. 50/1 મૌલાના આઝાદ રોડ,મુ.સનાવદ જી.ખરગોન