• વડોદરાના પોલીસ કમિશ્નર સમશેરસિંગ દ્વારા ચાર્જ સંભાળતાની સાથે મહિલાઓ અને વૃદ્ધો પ્રત્યે પોલીસ દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવશે તેવો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો
  • શી ટીમને 17 જાન્યુઆરીના રોજ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું
  • પ્રદિપસિંહ જાડેજા દ્વારા શહેરના પ્રથમ શી ટીમના કાઉન્સિલીંગ અને ટ્રેઇનીંગ સેન્ટરનું ઉદ્ધાટન કરાશે
  • માત્ર 6 મહિનામાં શી ટીમની સેવાને અપગ્રેડ કરવાને કારણે આગામી સમયમાં ટીમની કામગીરી વધુ અસરકારક બનશે

WatchGujarat. વડોદરામાં 17 જાન્યુઆરીના રોજ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે શી ટીમને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ 6 મહિનાના સમયગાળામાં પ્રદિપસિંહ જાડેજા દ્વારા શહેરમાં નવા શરૂ કરવામાં આવેલા શી ટીમના કાઉન્સિલીંગ અને ટ્રેઇનીંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વડોદરાના પોલીસ કમિશ્નર સમશેરસિંગ દ્વારા ચાર્જ સંભાળતાની સાથે મહિલાઓ અને વૃદ્ધો પ્રત્યે પોલીસ દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવશે તેવો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે વડોદરામાં શી ટીમ શરૂ કરવામાં આવી હતી. શી ટીમને 17 જાન્યુઆરીના રોજ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું. કોરોના મહામારી કાળમાં શી ટીમને વૃદ્ધો અને મહિલા સહિતના અનેક જરૂરીયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડી હતી. અને શહેરવાસીઓના હ્રદયમાં આગવું સ્થાન મેળવ્યું હતું. શી ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા સહિતના મામલે કરવામાં આવતી કામગીરીને પગલે તેની સમગ્ર શહેર અને રાજ્યભરમાં સરાહના કરવામાં આવી રહી છે.

આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે આવનાર છે. પ્રદિપસિંહ જાડેજા દ્વારા શહેરના પ્રથમ શી ટીમના કાઉન્સિલીંગ અને ટ્રેઇનીંગ સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવશે. કાઉન્સિલીંગ સેન્ટરમાં જરૂરીયાતમંદ લોકોની સમજાવટ માટે યોગ્ય વાતાવરણ મળી રહેશે. અને ટ્રેઇનીંગ સેન્ટરમાં આગામી સમયમાં આવનારા પડકારને પહોંચી વળવા માટે શી ટીમની જાંબાઝ મહિલા પોલીસ કર્મીઓને ટ્રેઇનીંગ આપી શકાશે.

શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગ દ્વારા ચાર્જ સંભાળતી વખતે કરવામાં આવેલા વચનનું બખુબી પાલન કરવામાં આવી રહ્યું છે. અને તેમના જ પ્રયત્નોના કારણે શહેરવાસીઓ અને શહેર પોલીસ વચ્ચેનો સંબંધ વધુ મજબુત બન્યો છે. માત્ર 6 મહિનામાં શી ટીમની સેવાને અપગ્રેડ કરવાને કારણે આગામી સમયમાં ટીમ દ્વારા વધુ અસરકાર રીતે કામગીરી કરવામાં આવશે. અને શહેરીજનોને વધુ સુરક્ષા અને સલામતીનો અહેસાસ થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud