• વડોદરાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં યોજાનારું પ્રદર્શન અવશ્ય જોજો
  • આઝાદી વિષયક પુસ્તકોના પ્રદર્શનનું 22 અને 23 મી જુલાઇ દરમિયાન આયોજન કરાયું
  • દસ્તાવેજી ઇતિહાસને વણી લેતા પુસ્તકો વર્તમાન પેઢી માટે અગત્યનું માધ્યમ બની શકે

WatchGujarat. ભારતની આઝાદી માટે જેમને સંઘર્ષ કર્યો એવી પેઢી અને તે પછી ની નજીકની પેઢી લગભગ આથમી ગઈ છે. તેવા સમયે નવી પેઢીને સ્વતંત્રતા ની અમુલ્યતા અને તેના માટે ના સંઘર્ષની ગાથા અને બલિદાનો થી વર્તમાન પેઢીને માહિતગાર કરવાની ખૂબ જરૂર છે અને આ દસ્તાવેજી ઇતિહાસને વણી લેતા પુસ્તકો તેના માટે અગત્યનું માધ્યમ બની શકે.

તેને અનુલક્ષીને સયાજીરાવ મહારાજના વિધ્યોત્કર્ષી ગૌરવ વારસા સમાન સેન્ટ્રલ લાયબ્રેરી – મધ્યસ્થ પુસ્તકાલય દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે શહેરના માંડવી નજીક આવેલી આ સંસ્થા દ્વારા મધ્યસ્થ પુસ્તકાલય ખાતે આઝાદી વિષયક પુસ્તકોના પ્રદર્શનનું 22 અને 23 મી જુલાઇ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

તેનો પ્રારંભ તા.22 મી ના રોજ સવારના 10.30 કલાકે થશે.તેમાં આઝાદી ના સંઘર્ષ અને ગૌરવ ગાથાને વણી લેતાં 1000 જેટલા પુસ્તકો જોવા મળશે તેમ રાજ્ય ગ્રંથપાલ ચૌધરીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud