• પ્રેમ લગ્નના 4 મહિના બાદ મહિલાનો નણંદ સાથે ઝગડો થતા મહિલા પિયરમાં રહે છે
  • મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી

WatchGujarat. ન્યુ વી.આઈ.પી રોડ પર રહેતી મહિલાના પ્રેમ લગ્નના 9 મહિનાબાદ પતિએ જાનથી મારી નાખવાની અને એસિડ અટેક કરવાંની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.

શહેરના ન્યુ.વી.આઈ.પી રોડ પર રહેતી પ્રીતિબેને (નામ બદલેલ છે)એ ગત તા. 29 ઓગસ્ટ 2020ના રોજ વારસિયા વિસ્તારમાં રહેતા કૃણાલ પારસભાઈ કુકરેજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નબાદ પ્રીતિબબેન સાસરીમાં સંયુક્ત કુટુંબમાં રહેવા માટે ગયા હતા. જ્યાં શરૂઆતના ચાર મહિના તેણીને સારી રીતે રાખી હતી. દરમિયાન સાસરિયાએ પોત પ્રકાશ્યું હતું અને નણંદ લતાબેન કુકરેજા પ્રીતિ સાથે અવાર નવાર ઝગડો કરવા લાગી હતી. જેથી તેણી માતાને ત્યાં પરત રહેવા ગઈ હતી.

ગત તા. 12 એપ્રિલ 2021ના રોજ પ્રીતિ તેની માતાના ઘરે હતી. ત્યારે પતિ કૃણાલે ઓન કરી ઝગડો કર્યો હતો. તેમજ કૃણાલે પ્રીતિને જણાવ્યું હતું કે, તને અને તારી માતાને મારી નાખીશ અને તારા ચહેરા ઉપર એસિડ નાખી દેવાની ધમકીઓ આપી હતી. જેથી પ્રીતિએ પતિ કૃણાલ પારસભાઈ કુકરેજા વિરૃદ્ધ બાપોદ પોલીસમાં એસિડ અટેકની ધમકીની ફરિયાદ નોંધાવતા પોલીસે કૃણાલ કુકરેજા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud