• વોટ્સઅપ પર ઓડિયો ક્લિપ મોકલનારે ટ્રાવેલ્સ સંચાલકન અને તેના પરિવારને મારી નાખવાની પણ ધમકી આપી
  • ઓડિયો ક્લિપ સિવાય અસંખ્ય મેસેજ મોકલી બીભત્સ ગાળો પણ આપી
  • પોલીસે ખંડણીખોરની ધરપકડ કરી કોરોના રિપોર્ટની તજવીજ હાથ ધરી

WatchGujarat ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકને વોટ્સઅપ પર ઓડિયો ક્લિપ મોકલી રૂ. 25 લાખની ખંડણી માગવામાં આવી હતી. ટ્રાવેલ્સ સંચાલકને ઓડિયો ક્લિપ મોકલનાર શખ્સે મેસેજ કરી બિભત્સ ગાળો લખેલા મેસેજ પણ કર્યાં હતા. બનાવને પગલે ટ્રાવેલ્સ સંચાલકે સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી. જેના પરિણામે પોલીસે આ મામલે ખંડણીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ખંડણીખોરની ધરપકડ કરી છે.

 

શહેરના બાજવાળા વિસ્તારમાં બ્રિજેશભાઈ રમેશચંદ્ર સોની પત્ની અને પુત્ર સાથે રહે છે. બ્રિજેશભાઈ છેલ્લા 7 વર્ષથી ટુરીઝમ તથા ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત મોડી રાત્રે 2:43 વાગ્યા દરમિયાન તેમના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. જે ટ્રુ કોલરની નોટિફિકેશનમાં દિલીપ સોની નામના વ્યક્તિ હોવાનું જણાયું હતું. જેથી તેમણે ફોન રિસિવ કર્યો ન હતો. ત્યારે દિલીપ સોની નામના વ્યક્તિએ વોટ્સએપ પર ઓડિયો ક્લિપ અને મેસેજ મોકલ્યા હતા. ઓડિયો ક્લિપમાં ‘મેને તેરે કો 25 લાખ રૂપિયા 10 ટકા વ્યાજ પર દિયે હૈ વો દે દે’ તેમ જણાવી બ્રિજેશભાઈ તેમજ તેમની પત્ની અને તેમના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઓડિયો કલીપ મોકલનાર દિલીપ સોની આટલે જ અટક્યો ન હતો. તેણે બ્રીજેશભાઈને બજારમાં રોડ વચ્ચે મારવાની અને પોલીસ કમિશ્નરને પણ કહી દે જે…ની ધમકીઓ આપી હતી.

બ્રિજેશભાઈને વોટસએપ પર ઓડિયો ક્લિપ અને મેસેજ દ્વારા ખંડણી માંગી ધમકી મળતા પરિવારમાં ડરનો માહોલ ફેલાય ગયો હતો. જોકે, ટ્રાવેલ્સ સંચાલક બ્રિજેશભાઈએ કોઈની પાસેથી રૂપિયા લીધા ન હતા. તેમ છતાં ધમકી મળતા સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સિટી પોલીસે ખંડણી અને ધાક ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી મોબાઇલ નંબરના આધારે ખંડણીખોર દિલીપ સોનીની ધરપકડ કરી કોરોના રિપોર્ટની તજવીજ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud