• ખંડણી માંગનારે RTI દ્વારા માહિતી મેળવી સરકારી શરતોનો ભંગ થયો છે તેમ જણાવી માર્કેટ બંધ કરવવાની ધમકીઓ આપી
  • સઁચાલક પાસેથી રૂ. 6.30 લાખ ટુકડે ટુકડે વસૂલાયા

WatchGujarat રાજમહેલ રોડ પર આવેલ સરદાર વુલન માર્કેટ બંધ કરવાની ધમકી આપી, વુલન માર્કેટ ચાલુ રાખવી હોય તો રૂપિયા આપવાની ખંડણી માંગી ત્રણ ખાંડણીખોરે 12 વેપારીઓ પાસેથી રૂ,6.30 લાખ રૂપિયા ખંડણી પેટે પડાવયોનો મામલો પોલીસ મથક પહોંચ્યો છે. એટલું જ નહિ ખાંડણીખોરે વેપારીઓ પાસેથી કોરા ચેક પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે રાવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. #Vadodara

#Vadodara - વુલન માર્કેટ ચાલુ રાખવું હશે તો અમને રૂપિયા આપવા પડશે, ધમકી આપનાર રાજેશ શાહ સહિત ત્રણ સામે ફરિયાદ

બરાનપુરા વિસ્તારમાં આવેલ મહાવીર વાટિકામાં પરવીન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ પરિવાર સાથે રહે છે. અને રાજમહેલ રોડ પરના કલાભવન મેદાન ખાતે ગરમ કપડાંનો છેલ્લા 15 વર્ષથી વ્યવસાય કરી પરિવારનું ગુજરાન કરે છે. કલાભવન મેદાન ખાતે જુદા જુદા નામે 110 જેટલી દુકાનો વુલન માર્કેટનો વ્યવસાય કરે છે. જો કે કલાભવન મેદાનની જગ્યાના માલિક સમરજિતસિંહ ગાયકવાડ છે. પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી જુદા જુદા સંચાલકો તેનું સંચાલક કરી વહીવટ કરતા હોય છે. ત્યારે વર્ષ 2016-17માં સયાજીગંજમાં રહેતા રાજેશ રમણભાઈ શાહે વુલન માર્કેટનું સંચાલન કરી વહીવટ કર્યો હતો. #Vadodara

વર્ષ 2020-21માં કલાભુવન મેદાન ખાતે વુલન માર્કેટનું કોઈએ આયોજન કર્યું ન હોવાથી પરવીન્દ્રસિંહ રાઠોડએ આયોજન કરવાનો વિચાર કર્યો હતો. તેમણે જમીન માલિકની એનઓસી લેવાની કાર્યવાહી કરી તા. 15 ઓક્ટોબર 2020 થી 15 ફેબ્રુઆરી 2021 સુધીની જમીન માલિક સમરજિતસિંહ ગાયકવાડ પાસેથી એનઓસી મેળવી હતી.

દરમિયાન રાજેશ રમણલાલ શાહ અને તેના સાગરીતોએ કોઈ પણ પ્રકારે સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં RTI હેઠળ માહિતી મેળવી સરકારી કચેરીઓમાં શરતોનો ભંગ કરેલ છે. તેમ જણાવી ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી 115 દિવસ માટે વુલન માર્કેટ અને ગોલ્ડન સર્કસ બંધ કરાવ્યું હતું. થોડા સમયબાદ ફરી વાર વુલન માર્કેટ શરૂ કરવાના આશ્ર્ય સાથે પરવીન્દ્રસિંહ અને આશિષ અશોકકુમાર જૈન રાજેશ શાહને મળ્યા હતા અને વુલન માર્કેટ ચલાવે તો તમને કોઈ વાંધો ખરો તે બાબતે વાત કરી હતી. ત્યારે મારી શરતોએ વુલન માર્કેટ ચાલુ કરવાનું રહેશે. જેમાં 1 દિવસનો 15000નો હપ્તો આપવાનો રહેશે. અને તે શક્ય ન હોય તો 1122 દિવસના ઉચ્ચક રૂ, 11 લાખ આપવા પડશે તેમ રાજેશ શાહે જણાવ્યું હતું. #Vadodara

આ ઉપરાંત વુલન માર્કેટની ફાઈલ સરકારી કચેરીમાં મુક્તા પહેલા એડવાન્સમાં રૂપિયા આપવા પડશે તેમ રાજેશ શાહે જણાવતા પરવીન્દ્રસિંહએ રાજેશ શાહને એડવાન્સ પેટે રૂ,3.22 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ પરવીન્દ્રસિંહએ સરકારી કચેરીમાં ફાઈલ મૂકી મંજૂરી મેળવ્યા બાદ સરકારની શરતોનું ચુસ્ત પણે પાલન કરી વુલન માર્કેટ ચાલુ કરી હતી. વુલન માર્કેટ ચાલુ થયા બાદ રાજેશ શાહ પોતાના માણસ મહંમદ નુરમહંમદ વોહરા અને સંજયકુમાર રામક્રિપાલ શુક્લને પરવીન્દ્રસિંહની દુકાન પર મોકલી અને તેને દુકાને બોલાવી તેની પાસે ખંડણીની માંગણી કરતો હતો.

આમ રાજેશ શાહે તબ્બકાવાર ગર્ભિત ધમકીઓ આપી રૂ.6.30 લાખ પડાવી લીધા હતા. જો કે આટલી મોટી રકમ પરવીન્દ્રસિંહ પાસે ન હોવાથી તેમણે વુલન માર્કેટના જુદા જુદા 12 વેપારીઓ પાસેથી દુકાનના ભાડા પેટે રુપીયા લઇ રાજેશ શાહને આપ્યા હતા. તેમ છતાં પણ રાજેશ શાહે ગર્ભિત ધમકીઓ આપી ખંડણી માંગવાનું ચાલુ રાખતા પરવીન્દ્રરસિંહ પોલીસનો શહારો લીધો હતો અને રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી હતી. રાવપુરા પોલીસે ખંડણીની કલમ હેઠળ રાજેશ રમણલાલ શાહ, મહંમદ નુરમહંમદ વોહરા અને સંજયકુમાર રામક્રિપાલ શુક્લ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. #Vadodara

More #Woolen #Market #pay #money #complaint #against #three #including #threatening #rajesh shah #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud