• મહારાષ્ટ્રથી રૂ. 14 લાખની કિંમતનો ભરેલો દારૂનો જથ્થો અમદાવાદના જગદીશને પહોંચાડવાનો હતો.
  • વડોદરા જિલ્લા એલ.સી.બીએ દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવા પોલીસે હાઇવે પર ટ્રાફિક જામ કરી ટ્રકને રોકી
  • શંકા ન જાય તે માટે ટ્રકની ઉપર કાંચના ટુકડા પાથરવામાં આવ્યાં હતા.
  • વડોદરા જિલ્લા એલ.સી.બીએ દારૂના જથ્થા સાથે કુલ રૂ. 24,27,400ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી

WatchGujarat. અત્યાર સુધી આપણે જોયુ અને સાંભળ્યું હશે કે, અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવામાં આવે છે. તેવુ જ કંઇ ફરી એક વખત બન્યું છે. જોકે આ બનાવમાં મહારાષ્ટ્રથી આખી ટ્રક ભરીને દારૂનો જથ્થો વડોદરા નહિં પરંતુ અમદાવાદ ખાતે લઇ જવામાં આવી રહ્યો હતો. જેને વડોદરા જિલ્લા એલ.સી.બીએ કરજણ ટોલનાકા પાસે ઝડપી પાડ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજસ્થાન પાર્સિંગની એક ટ્રક મહારાષ્ટ્ર બોર્ડરથી વાયા સુરત, ભરૂચ, વડોદરા થઇ અમદાવાદ તરફ જવાની છે. જેના આધારે પોલીસે કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન 10 વ્હિલ વાળી રાજસ્થાન પાર્સિંગની ટ્રક ટોલનાકા પાસે આવી પહોંચતા પોલીસે પૂર્વ આયોજન મુજબ હાઇવે પર ટ્રાફિકજામ કરી ટ્રકને રોકી રોડ સાઇડમાં લેવડાવી હતી.

રાજસ્થાન પાર્સિંગની ટ્રક ચાલવનાર શખ્સને પોલીસે તેનુ નામ પુછતા રામનિવાસ કેસરરામ બુડીયા (રહે. રાજસ્થાન બાડમેર) નો રહેવાસી હોવાનુ જણાવ્યું હતુ. ત્યારબાદ પોલીસે ટ્રકની તલાશી શરૂ કરતા ઉપરના ભાગે કાંચના ટુકડા પાથરેલા જોવા મળ્યાં હતા. જેથી ટ્રકની પાછળનો દરવાજો ખોલી તપાસ કરતા કુલ 311 દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે આ અંગેની ટ્રક ચાલકની પુછતાછ કરતા તેણે જણાવ્યું હતુ કે, વિનોદ બિશ્નોઇ અને અશોક બિશ્નોઇએ દારૂ ભરેલી ટ્રક મહારાષ્ટ્ર બોર્ડર પાર કરીને અમદાવાદના જગદીશ નામના વ્યક્તિને પહોંચાડવા માટે કહ્યું હતુ. જેથી પોલીસે આ મામલે દારૂના જથ્થા સાથે કુલ રૂ. 24,27,400નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud