• વડસર બ્રીજ પાસે પંજાબી ઢાબા નજીક લકઝરી બસની ડીસીમાં ભરેલો દારૂનો જથ્થો છોટાહાથી ટેમ્પોમાં ખાલી કરાઇ રહ્યો હતો.
  • માંજલપુર પોલીસને બાતમી મળતા પોલીસે સ્થળ પર પહોંચી દારૂ સહિત કુલ રૂ. 21.98 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી

WatchGujarat. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરો દ્વારા અવનવા રસ્તા અપનાવવામાં આવી રહ્યાં છે. તેવામાં હવે બુટલેગરો દ્વારા ટ્રાવેલ્સ બસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજસ્થાનથી આવતી લકઝરી બસમાં દારૂનો જથ્થો મંગાવી નિયત કરાયેલા સ્થળ પર ઉતારાયા છે. જોકે આવો એક કિસ્સો માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે. જેમાં પોલીસે દારૂ સહિત કુલ રૂ. 21.98 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે.

શહેરના વડસર બ્રીજ નજીક આવેલા પંજાબી ઢાબા પાસે એક લકઝરી બસની ડીકીમાંથી દારૂની પેટીઓ ટેમ્પોમાં ઠાલવવામાં આવી રહીં હતી. દરમિયાન આ અંગેની ચોક્કસ બાતમી માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી. જેથી પી.એસ.આઇ સહિતનો સ્ટાફ તાત્કાલીક સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં રાજસ્થાન પાર્સિંગની લકઝરી બસ અને ટેમ્પો મળી આવ્યો હતો. લકઝરી બસ નજીક હાજર એક શંકાસ્પદ વ્યક્તિ જણાઇ આવતા પોલીસને તેની પુછપરછ કરતા પોતાનુ નામ જયરાજ પ્રજાપિત અને રાજસ્થાનનો રહેવાસી હોવાનુ જણાવ્યું હતુ.

જેથી પોલીસે લકઝરી બસની ડીકી ખોલી તપાસ કરતા કોથળામાં ભરેલી દારૂની પેટીઓ મળી આવી હતી. તેમજ લકઝરી બસની નજીકમાં ઉભેલા ટેમ્પોની પણ પોલીસે તલાશી તેલા તેમાંથી પણ દારૂની પેટીઓ મળી આવી હતી. ટેમ્પોમાંથી મળી આવેલો દારૂનો જથ્થો લકઝરી બસમાંથી જ ખાલી કરાયો હોવાનુ સ્પષ્ટ થતાં પોલીસે રાજસ્થાનના જયરાજ પ્રજાપતિની ધરપકડ કરી રૂ. 10.93 લાખના દારૂના જથ્થા સાથે રકુલ રૂ. 21.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud