• આઈમેજીક દ્વારા નિરજ નામ ધરાવતી દરેક વ્યક્તિ માટે એક ખાસ ઓફર બહાર પાડવામાં આવી
  • જેનું પણ નામ નિરજ હશે તેને 1700ની કિંમત ધરાવતા USB cable ફ્રીમાં આપવામાં આવશે
  • તેના માટે ફોટો સાથેનું આઈડિ કાર્ડ બતાવવાનું રહેશે, ઉપરાંત વેક્સિનેશન સર્ટિ પણ ફરજીયાત રહેશે
  • એપલ કંપનીની કોઈ પણ પ્રોડક્ટ ખરીદવા પર મળશે ખાસ ડિસ્કાઉન્ટ

WatchGujarat. તાજેતરમાં ટોક્યો ઓલમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવીને નિરજ ચોપરાએ દેશનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તેનું સન્માન કરવા માટે અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ ઓફર બહાર પાડવામાં આવી રહી છે. ત્યારે એપલ કંપનીના ઓથોરાઈઝ સેલર આઈમેજીક દ્વારા એક ખાસ ઓફરની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આઈમેજીક દ્વારા નિરજ નામ ધરાવતી દરેક વ્યક્તિ માટે એક ખાસ ઓફર બહાર પાડી છે. જે મુજબ નિરજ નામ ધરવતી વ્યક્તિને આઈફોનમાં ઉપયોગી Belkinના USB cable ફ્રીમાં આપવામાં આવશે.

આ અંગે મળતી માહિતી મુજબ નિરજ નામ ધરાવનાર વ્યક્તિએ વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા આઈમેજીકના સેન્ટરમાં જઈને પોતાનું ફોટો સાથેનું ઓળખપત્ર આપવાનું રહેશે. આ ઉપરાંત આઈમેજીક દ્વારા વેક્સિનેશન સર્ટીફિકેટ પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. આ બે વસ્તું લઈને આઈમેજીકના સેન્ટર પર જતા નિરજ નામની વ્યક્તિને 1700 ની કિંમતના USB cable ફ્રીમાં આપવામાં આવશે. આ સાથે તેમને જો એપલની કોઈ પણ પ્રોડક્ટ ખરીદવી હોય તો તેના પર સારૂ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

આઈમેજીકમાં કાર્ય કરતાં નિરવ ગાંધીએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, ગોલ્ડન બોય નીરજ ચોપરાની ઐતિહાસિક જીતથી લોકોને પ્રેરણા મળે સાથે તેનું સન્માન કરવાના હેતુંથી આ ઓફર જાહેર કરવામાં આવી છે. આ ખાસ ઓફર 11 અને 12 ઓગસ્ટ માટે જ રાખવામાં આવી છે. પરંતુ અમે એક બજેટ નક્કી કર્યું છે. જે મુજબનો સ્ટોક અમારી પાસે ઉપલબ્ધ હશે ત્યાં સુધી અમે  આ ઓફર ચાલુ રાખીશું. ઉલ્લેખનીય છે કે નિરજ નામ ધરાવતી તમામ વ્યક્તિને એપની કોઈ પણ પ્રોડક્ટ પર સારામાં સારૂ ડિસ્કાઉન્ટ મળશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud