• વડોદરાના નંદસેરની (Vadodara Nandesari) વિસ્તારમાં મોડા રાતે બનેલી ઘટના
  • છાણી પોલીસ સ્ટેશનની PCR વાનમાં સવાર એક પોલીસ કર્મીએ બાળકને દુકાનમાં ઘૂસી ઢોર માર માર્યો, ગુપ્ત ભાગે લાત પણ મારી
  • પોલીસ કર્મીની આ હરકતો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ
  • પોલીસ કર્મીએ માસુમ બાળકને માર મારતા ગ્રામજનોનુ ટોળુ એકત્ર થયું
  • ઘટના બની છે અને તેની તપાસ પણ ચાલુ છે – પી.આઇ એસ.એ કરમુર, નંદેસરી પોલીસ સ્ટેશન

WatchGujarat. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેની જવાબદારી પોલીસના સીરે છે. પ્રજાના મનમાં પોલીસની છબી હજી પણ સુધરી નથી, ગુજરાત પોલીસ (Gujarat Police) અનેક કાર્યક્રમો થકી પ્રજા સુધી પહોંચી પોતાની ખરડાયેલી છબી સુધારવાનો સતત પ્રયાસ કરે છે. પરંતુ પોલીસ વિભાગમાં દાખલ થયેલા કેટલાક કર્મચારીઓ પોલીસની ખરડાયેલી છબી ક્યારેય સુધરવા નહીં દે તે આ ઘટના પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. અહીં ગૃહમંત્રીની (Home Minister Harsh Sanghvi) વાત એટલે કરવામાં આવી રહીં છે, કારણ કે સૌ પ્રથમ તો તેઓ બે સંતાનોના પિતા છે, એટલે બાળકોની પીડા સારી રીતે સમજી શકે છે અને બીજી વાત કે તેઓ રાજ્યના ગૃહમંત્રી છે, એટલે તેમના વિભાગના કર્મીઓ ખાકી ધારણ કરી પોલીસની કેવી છબી પ્રજા વચ્ચે ઉભી કરી રહ્યાં છે તે પણ તેઓ જુએ.

ઘટના છે વડોદરા (Vadodara Police) શહેરના છેવાડાના પોલીસ સ્ટેશન નંદસરીની હદની. જ્યાં મોડી સાંજના સમયે એક સગીર બાળક રસ્તા પરની ચાઇનીઝની લારી પાસે તેના મિત્ર સાથે મસ્તી કરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પરથી પોલીસની એક પીસીઆર વાન પસાર થાય છે અને ચાઇનીઝની લારી પાસે ઉભેલુ બાળક અચાનક પીસીઆરની આગળ આવી જાય છે, તેવુ સ્થાનિક સૂત્રોનો કહેવુ છે.

સ્થાનિકો એવુ પણ જણાવી રહીં છે કે, બાળક પીસીઆરની આગળ આવી જતા ગાડી ઉભી રહીં અને તે બાળક નજીકમાં આવેલી દુકાન તરફ દોટ મુકી અંદર ઘૂસી ગયો હતો. બાળકની પાછળ પીસીઆર વાનમાંથી ઉતરેલો એક પોલીસ જવાન જાણે રીઢા ગુનેગારનો પીછો કરતો હોય તેમ તેની પાછળ દોડી દુકાનની અંદર પહોંચી તેને માર મારે છે. આટલેથી પોલીસ જવાનનુ પેટ ન ભરાયુ તો આ માસુમ બાળકને દુકાનની બહાર લાવી તેનો એક હાથ મચકોડી ઉરા છાપરી લાફા ઝીંકે છે. દુકાનમાં પ્રવેશી રહેલા ગ્રાહકો આ દ્રશ્યો જોતા પોલીસ જવાનને સમજાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ખાકીમાં રહેલો પોલીસ કર્મી સમજવાને બદેલ બાળકે લાત મારે છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસ કર્મીના મારથી બાળકને હાથમાં ગંભીર ઇજા પણ પહોંચી હોવાનુ જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતા સ્થાનિકોના ટોળા એકત્ર થયા હતા અને નંદસેરની પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

આ મામલે watchgujarat.com દ્વારા નંદેસરી પોલીલીસ સ્ટેશનના ઇન્સપેકટર એસ.એ કરમુર સાથે ટેલિફોનીક વાતચિત કરતા, તેમણે જણાવ્યું હતુ કે, કે હા આવી એક ઘટના બની છે. જેમાં છાણી પોલીસ સ્ટેશનના LRD જવાનની પીસીઆર વાનની આગળ બાળક આવી જતા તેને માર માર્યો છે. જોકે આ મામલે હજી તપાસ ચાલી રહીં છે.

Facebook Comments Box

Videos

Our Partners