કોરોનાને ફરી આમંત્રણ આપવા વડોદરાવાસીયો તૈયાર
રવિવારની મજા માણાવા મોટી સંખ્યામાં લોકોની ભીડ મોલમાં ઉમટી
એલેમ્બિક રોડ પર મોલની આગળ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ આવેલી છે, જો કોઇ દર્દી સમયસર હોસ્પિટલ ના પહોંચે તો તેની માટે જવાબદાર કોણ ?
ઇનઓર્બીટ મોલમાં ફોર વ્હિલરનો ધસારો વધતા પાર્કિંગ માટે રસ્તા પર લાંબી કતારો લાગતા અન્ય વાહન ચાલકો અટવાયા
ઇનઓર્બીટમાં આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છતાંય પોલીસ અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે
[caption id="attachment_1223959" align="aligncenter" width="1280"] Gujarat, Vadodara Long Que of Cars Outside Inorbit Mall[/caption]
Watchgujarat. લાંબા સમય બાદ કોરોનાએ વીરામ લેતા જાણે કોરોનાથી મુક્તિ મળી હોય તેમ ગાંડાતુર બની લોકો બેફામ ફરવા માંડ્યા છે. કોરોનાની સેકન્ડ વેવમાં કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાતા સરકાર આંશિક લોકડાઉનમાં રાહત આપી છે. ત્યારે રવિવારની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઇનઓર્બીટ મોલમાં ઉમટી પડ્યાં છે. જેના પરિણામે મોલમાં પાર્કિંગ માટે વેઇટીંગ ચાલતુ હોવાથી રસ્તા પર અંદાજીત એક કી.મી સુધી વાહનોની લાઇનો પડતા અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય સરકારે લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગમાં મર્યાદિત લોકોની હાજરીને મંજુરી આપી છે, પરંતુ મોલમાં આ પ્રકારના કોઇ નિયમો લાગુ કર્યા ન હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે મોલમાં બહાર જો આટલી લાંબી કારની લાઇન હોય તો અંદરનો નજારો કેવો હશે તેવી કલ્પના કરવી જ મુશ્કેલ છે.
https://youtu.be/Ka-v1Hog6Pg
સામાન્ય રીતે જ્યાં પોલીસ અને તંત્ર માસ્ક દંડ માટે સર્તકતા દાખવે છે, તેટલી જ સર્તકતા જો અહિં દાખવવામાં આવે તો કોરોનાની ત્રીજા વેવને આવતા અટકાવી શકાય છે. કોરોનાની બીજી લહેર બાદ સરકારે આંશિક લોકડાઉનમાં રાહત આપતા ધંધા-રોજગાર ફરી એક વખત ધમધમી ઉઠ્યાં છે. પરંતુ કોરોના સંપૂણ રીતે જતો રહ્યો છે, તેવુ માની લેવુ મુર્ખામી છે.
રવિવારની (Sunday) રજા હોય અને વરસાદી મોસમ હોય સ્વાભાવિક છે લોકો લટાર મારવા માટે બહાર નિકળે, પરંતુ શહેરના નામંકિત ઇનઓર્બીટ મોલે તો તમામ હદો વટાવી નાખી હોય તેવા દ્રશ્યો વિડિઓમાં જોવા મળી રહ્યાં છે.
રવિવારની રજા માણાવ માટે મોટી સંખ્યામાં લોકો ઇનઓર્બીટ મોલ (Inorbit Mall) પહોંચ્યાં છે. જોકે પાર્કિંગમાં લાંબુ વેઇટીંગ હોવાથી રસ્તા પર અંદાજીત 1 કી.મી સુધીની ફોર વ્હિલર ગાડીઓની લાઇનો જોવા મળી રહીં છે. બીજી તરફ રોડની સામે બાજુ ખાણી-પીણીની લારીઓ આવી હોવાથી ટ્રાફિકની સમસ્યા તો પહેલાથી જ સર્જાયેલી છે. તેવામાં ઇનઓર્બીટ મોલમાં પાર્કિંગ માટે લાગેલી ફોર વ્હિલર કારની લાંબી લાઇનોના કારણ વધુ ટ્રાફિકની સમસ્યા ઉભી થવા પામી છે.
ઉલ્લેખની છે કે, આજ રસ્તા પર એક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ પણ આવેલી છે. જો કોઇ દર્દીને ઇમર્જન્સી સારવારની જરૂર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની પરિસ્થિતિ ઉભી થાય અને જરૂરી સારવાર સમયસર ન મળે તે તેની જવાબદારી કોની, પોલીસ કે પછી તંત્રની ?
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે રાજકોટમાં (Rajkot) યોજાયેલા સમુહ લગ્નના કાર્યક્રમમાં (Marriage Function) લોકોની ભીડ એકત્ર થતા પોલીસે કાર્યવાહી કરી હતી. પરંતુ ભાજપા કાર્યાલય પર થયેલી ભીડ મામલે કોઇ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું. વડોદરા પોલીસ અને વહીવટી તંત્ર પણ સામાન્ય નાગરીકોને નિયમોના ઉલ્લંઘન બદલ કોઇ પણ દલીલ ધ્યાને લીધા વગર દંડ ફટકારી દે છે. પરંતુ મોલ સંચાલકો સામે કોઇ કાર્યવાહી નહિ કરવામાં આવતા લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
નોંધઃ- કોરોનાની બીજી લહેર બાદ કેસોની સંખ્યામાં ધટાડો થતા સરકારે આંશિક લોકડાઉનમાં છુટછાટ આપી છે. કોરોના ગાઇડલાઇન સાથે મોલ, પાર્ક-ગાર્ડન ખોલવાની મંજુરી આપી છે. પરંતુ આપણે પોતાની અને બીજાની સુરક્ષા માટે આ રીતે ભીડભાડમાં જવુ ટાળવુ જોઇએ અને કોરોનાની ગાઇડલાઇનનો પુરતો અમલ કરવો જોઇએ.
કોરોનાને ફરી આમંત્રણ આપવા વડોદરાવાસીયો તૈયાર
રવિવારની મજા માણાવા મોટી સંખ્યામાં લોકોની ભીડ મોલમાં ઉમટી
એલેમ્બિક રોડ પર મોલની આગળ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ આવેલી છે, જો કોઇ દર્દી સમયસર હોસ્પિટલ ના પહોંચે તો તેની માટે જવાબદાર કોણ ?
ઇનઓર્બીટ મોલમાં ફોર વ્હિલરનો ધસારો વધતા પાર્કિંગ માટે રસ્તા પર લાંબી કતારો લાગતા અન્ય વાહન ચાલકો અટવાયા
ઇનઓર્બીટમાં આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છતાંય પોલીસ અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે
[caption id="attachment_1223959" align="aligncenter" width="1280"] Gujarat, Vadodara Long Que of Cars Outside Inorbit Mall[/caption]
Watchgujarat. લાંબા સમય બાદ કોરોનાએ વીરામ લેતા જાણે કોરોનાથી મુક્તિ મળી હોય તેમ ગાંડાતુર બની લોકો બેફામ ફરવા માંડ્યા છે. કોરોનાની સેકન્ડ વેવમાં કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાતા સરકાર આંશિક લોકડાઉનમાં રાહત આપી છે. ત્યારે રવિવારની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઇનઓર્બીટ મોલમાં ઉમટી પડ્યાં છે. જેના પરિણામે મોલમાં પાર્કિંગ માટે વેઇટીંગ ચાલતુ હોવાથી રસ્તા પર અંદાજીત એક કી.મી સુધી વાહનોની લાઇનો પડતા અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય સરકારે લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગમાં મર્યાદિત લોકોની હાજરીને મંજુરી આપી છે, પરંતુ મોલમાં આ પ્રકારના કોઇ નિયમો લાગુ કર્યા ન હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે મોલમાં બહાર જો આટલી લાંબી કારની લાઇન હોય તો અંદરનો નજારો કેવો હશે તેવી કલ્પના કરવી જ મુશ્કેલ છે.
સામાન્ય રીતે જ્યાં પોલીસ અને તંત્ર માસ્ક દંડ માટે સર્તકતા દાખવે છે, તેટલી જ સર્તકતા જો અહિં દાખવવામાં આવે તો કોરોનાની ત્રીજા વેવને આવતા અટકાવી શકાય છે. કોરોનાની બીજી લહેર બાદ સરકારે આંશિક લોકડાઉનમાં રાહત આપતા ધંધા-રોજગાર ફરી એક વખત ધમધમી ઉઠ્યાં છે. પરંતુ કોરોના સંપૂણ રીતે જતો રહ્યો છે, તેવુ માની લેવુ મુર્ખામી છે.
રવિવારની (Sunday) રજા હોય અને વરસાદી મોસમ હોય સ્વાભાવિક છે લોકો લટાર મારવા માટે બહાર નિકળે, પરંતુ શહેરના નામંકિત ઇનઓર્બીટ મોલે તો તમામ હદો વટાવી નાખી હોય તેવા દ્રશ્યો વિડિઓમાં જોવા મળી રહ્યાં છે.
રવિવારની રજા માણાવ માટે મોટી સંખ્યામાં લોકો ઇનઓર્બીટ મોલ (Inorbit Mall) પહોંચ્યાં છે. જોકે પાર્કિંગમાં લાંબુ વેઇટીંગ હોવાથી રસ્તા પર અંદાજીત 1 કી.મી સુધીની ફોર વ્હિલર ગાડીઓની લાઇનો જોવા મળી રહીં છે. બીજી તરફ રોડની સામે બાજુ ખાણી-પીણીની લારીઓ આવી હોવાથી ટ્રાફિકની સમસ્યા તો પહેલાથી જ સર્જાયેલી છે. તેવામાં ઇનઓર્બીટ મોલમાં પાર્કિંગ માટે લાગેલી ફોર વ્હિલર કારની લાંબી લાઇનોના કારણ વધુ ટ્રાફિકની સમસ્યા ઉભી થવા પામી છે.
ઉલ્લેખની છે કે, આજ રસ્તા પર એક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ પણ આવેલી છે. જો કોઇ દર્દીને ઇમર્જન્સી સારવારની જરૂર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની પરિસ્થિતિ ઉભી થાય અને જરૂરી સારવાર સમયસર ન મળે તે તેની જવાબદારી કોની, પોલીસ કે પછી તંત્રની ?
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે રાજકોટમાં (Rajkot) યોજાયેલા સમુહ લગ્નના કાર્યક્રમમાં (Marriage Function) લોકોની ભીડ એકત્ર થતા પોલીસે કાર્યવાહી કરી હતી. પરંતુ ભાજપા કાર્યાલય પર થયેલી ભીડ મામલે કોઇ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું. વડોદરા પોલીસ અને વહીવટી તંત્ર પણ સામાન્ય નાગરીકોને નિયમોના ઉલ્લંઘન બદલ કોઇ પણ દલીલ ધ્યાને લીધા વગર દંડ ફટકારી દે છે. પરંતુ મોલ સંચાલકો સામે કોઇ કાર્યવાહી નહિ કરવામાં આવતા લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
નોંધઃ-કોરોનાની બીજી લહેર બાદ કેસોની સંખ્યામાં ધટાડો થતા સરકારે આંશિક લોકડાઉનમાં છુટછાટ આપી છે. કોરોના ગાઇડલાઇન સાથે મોલ, પાર્ક-ગાર્ડન ખોલવાની મંજુરી આપી છે. પરંતુ આપણે પોતાની અને બીજાની સુરક્ષા માટે આ રીતે ભીડભાડમાં જવુ ટાળવુ જોઇએ અને કોરોનાની ગાઇડલાઇનનો પુરતો અમલ કરવો જોઇએ.