• પરંપરાગત રૂટ પર જ નીકળશે વડોદરાની 40મી રથયાત્રા
  • રૂટમાં આવતા તમામ વિસ્તારમાં રહેશે કર્ફ્યુ
  • સમયમાં માં ફેરફાર, બપોરના બદલે સવારમાં નીકળશે રથયાત્રા
  • પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન રહેશે
Rathyatra
Rathyatra, Vadodara

WatchGujarat. રાજ્ય સરકારની રથયાત્રાને લઇ ને મંજૂરી આપ્યા બાદ આખરે વડોદરા શહેરમાં પણ રથયાત્રાના આયોજનને લઇ ને મંજૂરી આપી દેવામાં આવી છે. કોરોના મહામારીના કારણે અષાઢી બીજ પર નગર ચર્યે નીકળનારી ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને લઇ ને સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે .બાપોર ના બદલે  હવે સવારના 9 વાગે વડોદરા રેલવે સ્ટેશન ખાતે થી પરંપરાગત માર્ગો ઉપર નગરચર્યાએ નીકળશે. રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે રથયાત્રાને મંજૂરી આપતા બે થી અઢી કલાકમાં એટલેકે 11 વાગે પરંપરાગત રૂટ ઉપર ફરીને બગીખાના ખાતે રથયાત્રા સંપન્ન કરી દેવામાં આવશે.

રાજ્યના મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી ભગવાન શ્રી જગન્નાથની યાત્રા આ વખતે પણ નીકળશે. સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા સાથે રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપવામાં આવી છે. સમયને લઇને ફેરફાર કરવામાં આવ્યા છે. જે રથયાત્રા બપોર ના સમયએ નીકળતી હતી તેના બદલે સવાર ના 9 વાગે નીકળશે અને પરંપરાગત રૂટ ઉપર ફરીને 11 વાગે સંપન્ન કરી દેવામાં આવશે.

રથ ખેંચવાની ટીમમાં વેકસીનના 2 ડોઝ લીધા હશે તેમને અગ્રીમતા આપવામાં આવશે

ઇસ્કોન મંદિરના સંત નિત્યાનંદજીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 12 જુલાઇ અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવતા મંદિરના સંતો અને શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે જ કોરોના મહામારીના કારને મંદિર ના આયોજકો અને રથ ખેંચનારના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે, વેકસીનના 2 ડોઝ લીધા હશે તેમને રથ ખેંચવાણી ની ટીમમાં અગ્રીમતા આપવામાં આવશે ભગવાન શ્રી જગન્નાથજી ના નગર ચર્યા દરમિયાન ભીડ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.

પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે

વડોદરા શહેરના પોલીસ કમિશનર ડો. શમશેરસિંગએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ગાઇડલાઈન મુજબ જ રથયાત્રાનું આયોજન કરવામાં આવશે, સાથે જ પરંપરાગત રૂટ પર જ રથયાત્રા નીકળશે સમયમાં ફેરફાર કર્યા બાદ રથયાત્રા જે બપોરના સમયમાં નીકળતી હતી, તે સવારના 9 વાગે નીકળશે અને 11 વાગ્યા સુધીમાં પુરી કરી દેવામાં આવશે તેની સાથે જ પરંપરાગત રૂટમાં આવતા તમામ રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવશે અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બાંદોબેસ્ટ ગોઠવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહએ જણાવ્યું બતુ કે, કોરોના મહામારીના કારણે  માત્ર 60 લોકોને રથયાત્રામાં જોડાવવાની પરવાનગી આપવામાં આવી છે. રથયાત્રાને મંજૂરી મળતા ઈસ્કોન મંદિરના સંતો તેમજ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud