• વડોદરામાં મધ્યગુજરાતનું સૌથી મોટું ઝુ આવેલું છે. તેમાં અનેક પ્રકારના વન્યજીવોને રાખવામાં આવ્યા છે
  • તાજેતરમાં કમાટીબાગ ગાર્ડનમાં એક મુલાકાતી દિપડાના પાંજરા પાસે પહોંચ્યો અને તેની અલગ અલગ હરકતોને કેમેરામાં કંડારવાનો પ્રયાસ કર્યો
  • દિપડાએ કેમેરો જોઇને અલગ અલગ પ્રકારના પોઝ આપવાનું ચાલુ કરી દીધું

WatchGujarat. વડોદરાના કમાટીબાગ ઝુમાં વન્ય જીવો માટે નવી એવીયરી બનાવવામાં આવી છે. જેમાં લોકો વન્યજીવોને વધું નજીકથી નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તાજેતરમાં ઝુ માં મુલાકાતી દિપડો જોવા ગયો હતો. અને તેની મુવમેન્ટને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો. કેમેરો જોતા જ દિપડાએ અલગ અલગ પોઝ આપવાના શરૂ કરી દીધા હતા. એટલું જ નહિ પરંતુ કેમેરાની નજીક આવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ એક તબક્કે કેમેરા સુધી પહોંચી ન શકાતા દિપડો નિરાશ થશો હતો.

 

વડોદરામાં મધ્યગુજરાતનું સૌથી મોટું ઝુ આવેલું છે. તેમાં અનેક પ્રકારના વન્યજીવોને રાખવામાં આવ્યા છે. કમાટીબાગનું ઝુ અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અને અહિંયા અનેક લોકો બહારથી પણ જોવા આવે છે. તાજેતરમાં કમાટીબાગ ગાર્ડનમાં એક મુલાકાતી દિપડાના પાંજરા પાસે પહોંચ્યો હતો. અને તેણે તેની અલગ અલગ હરકતોને કેમેરામાં કંડારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દિપડાએ કેમેરો જોઇને અલગ અલગ પ્રકારના પોઝ આપવાનું ચાલુ કરી દીધું હતું. અને આમ કરતા કરતા દિપડો કેમેરાની નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે, એક તબક્કે દિપડો કેમેરાની નજીક આવી પહોંચ્યો હતો. પરંતુ ક્લોઝ અપ ફોટા માટેનો પોઝ આપે તે પહેલા જ તેણે નિરાશ થવાનો વારો આવ્યો હતો.

કમાટીબાગ ઝુ માં વન્યજીવો માટે બનાવવામાં આવેલા વિશેષ પાંજરા નજીક પારદર્શી કાચનું કવચ મુકવામાં આવ્યું છે. જેને લઇને લોકો જંગલી પ્રાણીઓને સુરક્ષીત રહીને નજીકથી નિહાળી શકે છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટ પણે દેખાતું હતું કે, મુલાકાતી દિપડાના પાંજરાની નજીક પહોંચે છે. ત્યારે દિપડો ધીરે ધીરે કરીને નજીક આવવાનો પ્રયાસ કરે છે. અને એક તબક્કે કેમેરા પર હાથનો પંજો મારવાનો પ્રયાસ કરે છે. પરંતુ કાચ નડી જતા દિપડો પાછો પડે છે. અને ત્યાર બાદ પણ મુલાકાની નજીક આવવાનો પ્રયાસ કરે છે. પરંતુ કાચ હોવાને કારણે તે કંઇ કરી શકતો નથી. આમ, નજીકથી પોઝ આપવા માટે પહોંચેલો દિપડો નિરાશ થાય છે. અને બીજી તરફ મુલાકાતી સમગ્ર ઘટના અંગે રોમાંચનો અનુભવ કરી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કમાટીબાગમાં નવા બનાવવામાં આવેલી એવીયરીમાં મુલાકાતીઓ વધારે નજીકથી જંગલી પ્રાણીઓને નિહાળી શકે છે. અને અલગ જ પ્રકારનો રોમાંચ અનુભવી રહ્યા છે. અગાઉની સરખામણીએ કમાટીબાગમાં વધારે ઉત્સુકતા સાથે મજા માણી રહ્યા હોવાનું મુલાકાતીએ જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud