• વાલીઓના સંમતિપત્ર મેળવવાની પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી
  • વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લેવા મજબુર બન્યા
  • ઈમેલ દ્વારા વાલીઓના સંમતિપત્ર મેળવવામાં આવશે

WatchGujarat. રાજ્યભરમાં આજથી ધોરણ 12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે M.S. યુનિવર્સિટીની 11 ફેકલ્ટીમાં ઓફલાઈન વર્ગો શરૂ ન થતાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મેળવવાની ફરજ પડી છે.

કોરોનાનું સંક્રમણ ઘટતા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટે મંજુરી આપવામાં આવી હતી. પરંતુ, વડોદરાની MS યુનિવર્સિટીને સરકાર દ્વારા 11 ફેકલ્ટીનું શિક્ષણ ઓફલાઈન રીતે શરૂ કરવા માટે મંજૂરી મળી નથી. ત્યારે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટે કોરોનાની ગાઈડલાઈન આપવામાં આવી હતી. જે મુજબ એફલાઈન વર્ગો શરૂ કરવા માટે કોલેજ સંચાલકોએ વિદ્યાર્થીઓના વાલીઓની મંજુરી લેવી ફરજીયાત રહેશે. ઉલ્લેખની છે કે શિક્ષણ વિભાગ દ્વારા 9 જુલાઈના રોજ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી MS યુનિવર્સિટી દ્વારા આ પ્રક્રિયા પુરી ન થતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લેવા મજબુર બન્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ યુનિવર્સિટીની કોર્મસ, આર્ટસ, સાયન્સ અને ટેકનોલોજી ફેકલ્ટીમાં વાલીઓના સંમતિપત્ર મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. તેથી હજી સુધી ઓફલાઈન વર્ગો શરૂ થયા નથી. જોકે યુનિવર્સિટીમાં હોમ સાયન્સ, એજ્યુકેશન સાયકોલોજી, પર્ફોમિંગ આર્ટસની ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જે માટે વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી હોય, તો તેનું વેક્સિનેશન સર્ટિફિકેટ પણ રજુ કરવાનું રહેશે.

MS યુનિવર્સિટીના PRO નકુલેશ ત્રિવેદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં ઓનલાઈન શિક્ષણ 14 જુનથી શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે વિદ્યાર્થીઓના વાલીઓના સંમતિપત્ર મેળવવું જરૂરી છે. જે માટે હાલ વિદ્યાર્થીઓના વાલીના સંમતિપત્ર ઈમેઈલ દ્વારા મંગાવવામાં આવી રહ્યાં છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કોરોના ગાઈડલાઈન સાથે ઓફલાઈન વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ગાઈડલાઈન મુજબ, વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. તેમજ શૈક્ષણિક સંસ્થાઓને પ્રાર્થના અને ઉત્સવોની ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત માત્ર 50% વિદ્યાર્થીઓની ક્ષમતામાં સાથે જ શિક્ષણ કાર્ય શરૂ કરવાનું રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud