• દિલ્હીથી AIR INDIA ફ્લાઇટમાં વડોદરા એરપોર્ટ પહોંચેલા બે યુવાનોને પોલીસે 37 દારૂની બોટલ સાથે ઝડપી પાડ્પોયા
  • જુદી જુદી વિદેશી બ્રાન્ડની દારૂની કિંમત 62 હજાર હોવાનું જાણવા મળ્યું છે.
  • દિલ્હીથી યુવાનો આટલી બધી દારૂની બોટલો કોની માટે લાવ્યાં હતા તે દિશામાં પોલીસ તપાસ થાય તો ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.  

WatchGujarat. ગુજરાત રાજ્યમાં દારૂ બંધી ખાલી કાગળ પર જ જોવા મળે છે, જે હકીકત અંગે રાજ્યના નાગરિકોને પૂરતી માહિતી છે. રાજ્યમાં દારૂનો વેપલો ચલાવવા માટે બુટલેગરો અવનવા નુશકા અપનાવતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં પોલીસ દારૂથી ભરેલી આખી ટ્રકની ટ્રક ઝડપી પાડે છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના વેપલા સામે આંખ આડા કાન કરી દેવામાં આવી છે. પરંતુ આ વડોદરા એરપોર્ટ પર બનેલો આ રસપ્રદ કિસ્સો પ્રથમ હશે, જેમાં બે યુવાનો દિલ્હીથી ફ્લાઇટમાં સહીસલામત જુદી જુદી બ્રાન્ડની 37 દારૂની બોટલો બેગમાં લઇ આવ્યાં પણ હરણી પોલીસે પ્લાન ફેઇલ કરી બન્નેને ઝડપી પાડ્યા હતા.

વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને ફોન આવ્યો અને જણાવવામાં આવ્યું કે, 6-30 વાગે દિલ્હીથી પાર્થ શ્રીમાળી અને સોનુ શ્રીમાળી ત્રણથી ચાર બેગમાં ઇંગલીશ ઇમ્પોર્ટેડ દારૂ લઇને આવી રહ્યાં છે, ખબર બીલકુલ પાકી છે. ફોન પુરો થતાં જ પોલીલ કંટ્રોલ રૂમ દ્વારા આ મામલે હરણી પોલીસને વર્ધી આપવમાં આવી હતી. હરણી પોલીસને કંટ્રોલ રૂમ તરફથી આ વર્ધી મળતા પોલીસ સ્ટાફ એરપોર્ટ પર પહોંચી ગયો ગયો હતો. જ્યાં સાંજે 7-15 વાગે દિલ્હીથી એર ઇન્ડિયાની ફ્લાઇટ આવી હતી. પેસેન્જરો પોતાનો સામાન લઇ બહાર નિકળી રહ્યાં હતા. દરમિયાન બે યુવાનોની ટ્રોલી પર પાંચ જુદી જુદી બેગો અને ખભા પર પણ બેગ લટકાવેલી હોવાથી પોલીસને શંકા ઉપજી હતી.

પોલીસે બન્નેને શંકાસ્પદ યુવાનોને બાજુમાં લઇ તેમની ટીકીટ ચેક કરતા કંટ્રોલ રૂમમાંથી જે નામ મળ્યાં હતા તેની ખરાઇ થઇ હતી. જોકે એરપોર્ટ પર પેસેન્જરોની ભીડ હોવાથી બન્નેને હરણી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં પોલીસે બન્નેની બેગ અને સુટકેસ ચેક કરતા જુદી જુદી બ્રાન્ડની 37 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે આ બન્ને  યુવાનો સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ વિદેશી બ્રાન્ડની બોટલો દિલ્હીથી ફ્લાઇટમાં વડોદરા લાવવામાં આવી હતી.

સિગ્નેચર પ્રીમિયર નંબ-5

સમથીંગ સ્પેશ્યલ બ્લેન્ડેડ વ્હિસ્કી નંગ- 2

ચિવાસ રીગલ નંગ- 5

રોકફોર્ડ ક્લાસિક્સ પ્રીમિયમ વ્હિસ્કી નંગ-  5

બ્લેકડોગ નંગ- 1

સિરોક સ્નેપ ફ્રંટ વોડ્કા નંગ- 1

વેટ 69 નંગ- 1

જોની વોકર ગોલ્ડ લેબલ નંગ-  2

દેવર્સ વ્હાઇટ લેબલ નંગ- 2

ધ ગ્લેનલિવેત સિંગલ મોલ્ટ નંગ- 3

જોની વોકર ડબલ બ્લેક લેબલ નંગ- 2

જોની વોકર બ્લેક લેબલ નંગ -1

જોની વોકર રેડ લેબલ નંગ -4

એબલોલ્યુટ ગ્રેપફ્રૂટ વોડ્કા નંગ -1

બેલવેડેર વોડકા નંગ- 1

બોમ્બે સેફાયર લંડન નંગ -1

.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud