• વડોદરામાં મધ્યગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આવેલું છે
  • શુક્રવારે કમાટીબાગમાં એક ચોંકાવનારી ઘટનાના સાક્ષી મુલાકાતીઓ બન્યા
  • સિંહના પિંજરામાં આવી પહોંચેલા મોરનો થયો શિકાર

WatchGujarat. વડોદરાના કમાટીબાગના ઇતિહાસમાં પ્રથમ વખત એવી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે બપોરના સમયે જંગલના રાજા સિંહના પિંજરામાં જઇ પહોંચ્યો હતો. અને સિંહની ઝપટમાં આવી જતા સિંહો મોરનું ભક્ષણ કર્યું હતું. જેને લઇને એક તબક્કે પ્રાણી સંગ્રહાલયના મુલાકાતીઓ અચરજમાં મુકાયા હતા.

વડોદરામાં મધ્યગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આવેલું છે. જ્યાં વડોદરા અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. અહિંયા વાઘ, સિંહથી લઇને દેશી – વિદેશી પશુ પક્ષીઓ આવેલા છે. જેને લઇને કમાટીબાગ બાળકોથી લઇને વૃદ્ધો સુધી તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વડોદરામાં આવેલા કમાટીબાગના નવીનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે. આગામી સમયમાં વધુ પશુ પક્ષીઓ બાગમાં આશ્રય મેળવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

શુક્રવારે કમાટીબાગમાં એક ચોંકાવનારી ઘટનાના સાક્ષી મુલાકાતીઓ બન્યા હતા. સુત્રના જણાવ્યા પ્રમાણે, કમાટીબાગમાં આવેલા જંગલના રાજા સિંહના પિંજરામાં રાષ્ટ્રીય પક્ષી મોર આવી ચઢ્યો હતો. મોર સિંહના પિંજરામાં આવેલા ઝાડ પર આવી ચઢ્યો હતો. પરંતુ કમનસીબે મોર ઝાડ પરથી ઉડવા જતા પિંજરામાં જઇ ચઢ્યો હતો. અને ત્યાંથી બહાર નિકળી શકે તે પહેલા જ સિંહે તેનો શિકાર કરી લીધો હતો. અને તેને મોંઢામાં ફસાવીને ચાલીને અન્યત્રે લઇ આવ્યો હતો.

સિંહે કમાટી બાગની મુલાકાતે આવેલા મુલાકાતીઓની હાજરીમાં જ મોરને આરોગવાનું શરૂ કરી દીધું હતું. જેને લઇને સ્થળ પરના હાજર લોકો પણ એક તબક્કે અચરજમાં મુકાયા હતા. જો કે, લોકો કંઇક વિચારે અથવા તો કંઇક કરે તે પહેલા જ સિંહ મોરને આરોગતા નજરે પડ્યો હતો.

અત્રે ઉલ્લેખીય છે કે, વડોદરાના જુજ વિસ્તારોમાં રાષ્ટ્રીય પક્ષી મોરની હાજરી જોવા મળી રહી છે. આ રીતે મોરનો શિકાર ભવિષ્યમાંન થાય તે માટે તંત્રએ જરૂરી પગલા લેવા પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud