• વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી અછોડા તુટવા અને ઘરના તાળા તુટવાની ઘટનાઓ સામે આવી રહી છે
  • દંતેશ્વરમાં દુધ પાર્લર ચલાવતા મહિલાના ગળે ચપ્પુ મુકીને પૈસા લઇ ગઠિયા ફરાર
  • મહિલાના જણાવ્યા અનુસાર લુંટ થઇ છે. પ્રાથમિક રીતે જોતા મહિલા દ્વારા વર્ણન કરવામાં આવ્યા મુજબના વ્યક્તિઓ આવ્યાનું દેખાતું નથી. – ACP એસ. બી. કુંપાવત

Watchgujarat.  વડોદરામાં આજરોજ વહેલી સવારે  દુધ પાર્લર પર બેઠેલી મહિલાને ચપ્પુ બતાવીને ગઠિયાઓ પૈસા લઇને ફરાર થયાની ઘટના સામે આવી હતી. જો કે, સમગ્ર મામલે દેખરેખ રાખી રહેલા એસીપીએ લુંટ વધુ તપાસ બાદ જ સ્પષ્ટ થશે તેમ જણાવ્યું હતું. વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી ચોરી અને લુંટની ઘટનાઓમાં વધારો થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉઠી રહ્યા છે.

વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી અછોડા તુટવા અને ઘરના તાળા તુટવાની ઘટનાઓ સામે આવી રહી છે. રોજે રોજ ઘટનાઓ સામે આવતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આજે પણ પૈસા તફડાવ્યાનો કિસ્સો સામે આવ્યો હતો.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ચોરીનો ભોગ બનનાર મહિલા મયુરીબેન ટેલરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, દર્શનમ એન્ટીકા, દંતેશ્વર માં અમારૂ સુગમનું દુધ પાર્લર આવેલું છે. સવારે 6 – 15 વાગ્યે મેં શોપ ખોલી હતી. 6 – 30 સુધીમાં બે લોકો મારી દુકાને આવ્યા હતા. એક વ્યક્તિ દુકાનની બહાર ઉભો હતો. અને અન્ય વ્યક્તિએ અંદર આવીને મારી પાસે દુધ, ધી અને શ્રીખંડ માંગ્યું. પછી મારી દુકાનની અંદર આવીને મારૂ ગળું દબાવ્યું અને મને ચપ્પું બતાવીને મારૂ પર્સ લઇને ભાગી ગયો. મારા પર્સમાં ઓછામાં ઓછા 1 – 70 લાખ રૂ. હતા. ઘટના બાદ મેં મારા પતિને જાણ કરી હતી. અને ત્યાર બાદ અમે 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.

જો કે, સમગ્ર મામલે એસીપી એસ. બી. કુંપાવત સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઘટના સ્થળથી 40 ફુટ દુર સીસીટીવી આવેલા છે. પ્રાથમિક રીતે જોતા મહિલા દ્વારા વર્ણન કરવામાં આવ્યા મુજબના વ્યક્તિઓ આવ્યાનું દેખાતું નથી. મહિલાના જણાવ્યા અનુસાર લુંટ થઇ છે. પરંતુ હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી ચોરી અને લુંટના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આજરોજ ઘટેલી ઘટનામાં લુંટ થઇ છે કે નહિ તે સ્પષ્ટ નથી. પરંતુ ચોરીના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે તે વાત નકારી શકાય તેમ નથી. પોલીસે ગુનાખોરી ડામવા માટે વધુ સખત પગલા ભરવાની જરૂર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud