• નવો કાયદો લાગુ કરાયા બાદ છેલ્લા 15 દિવસમાં રાજ્યભરમાં બે કેસો વડોદરામાં નોંધાયા છે
  • વર્ષ 2018 માં છાણીના સંતોકનગર સોસાયટીમાં રહેતા મોહિબ ઇમ્તીયાજખાન પઠાણના સંપર્કમાં હિંદુ યુવતિ આવી
  • મુસ્લિમ યુવકે  વિશ્વાસ કેળવવા માટે હિંદુ યુવતિને કહ્યું મરજીથી તારો હિંદુ ધર્મ પાળી શકીશ
  • લગ્ન બાદ ચિત્ર બદલાયુ, કાઝીને બોલવી નિકાહ પઢાવ્યા બાદ હિંદુ યુવતિને મુસ્લિમ નામ અપાયું
  • હિંદુ યુવતિના ભગવાન ફેંકી દેવાયા, પુત્રનું શિવ નામ બદલી મુસ્લિમ નામ કરવા અત્યાચાર ગુજાર્યો
  • એકલતામાં જેઠ હિંદુ યુવતિનો હાથ પકડી છેડતી કરતો
  • આખરે હિંદુ યુવતિના પતિ, સસરા, અને જેઠ સામે ફતેગંજ પોલીસ સ્ટેશમાં ગુનો નોંધાયો
Representative Image
Representative Image

Watchgujarat. લવ જેહાદના કેસો રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં નવો કાયદો લાગુ કર્યો છે. નવો કાયદો લાગુ કરાયા બાદ છેલ્લા 15 દિવસમાં રાજ્યભરમાં બે કેસો વડોદરામાં નોંધાયા છે. વડોદરામાં છાણી વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવકે હિંદુ યુવતિ સાથે રજીસ્ટર્ડ લગ્ન કર્યા બાદ તેની પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. મુસ્લિમ યુવકે લગ્ન બાદ પોતાની સાથે લાવેલા હિંદુ દેવી – દેવતાઓના ફોટો અને મુર્તિ ફેકી દીધી હતી. અને હિંદુ યુવતિ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરીને તેનો વિડીયો પણ બનાવ્યો હતો.

પરિચય બાદ મોહિબ હિંદુ યુવતિ સાથે લગ્ન કરવા માટે અવાર નવાર દબાણ કરતો

ફતેગંજ વિસ્તારમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2018 માં છાણીના સંતોકનગર સોસાયટીમાં રહેતા મોહિબ ઇમ્તીયાજખાન પઠાણના સંપર્કમાં હિંદુ યુવતિ આવી હતી. પરિચય બાદ મોહિબ હિંદુ યુવતિને તેની સાથે લગ્ન કરવા માટે અવાર નવાર દબાણ કરતો હતો. એટલું જ નહિ તેનો વિશ્વાસ કેળવવા માટે તારી મરજીથી તારો હિંદુ ધર્મ પાળી શકીશ તેમ પણ જણાવતો હતો. મોહિબની વાતોમાં આવીને હિંદુ યુવતિએ 20/08/2020 ના રોજ કુબેરભવન ખાતે સબ રજીસ્ટ્રાર્ડની કચેરીમાં જઇને લગ્ન કર્યા હતા.

કાઝીને પોતાના ઘરે બોલાવીને હિંદુ યુવતિની મરજી વિરૂદ્ધ મુસ્લિમ ધર્મ પ્રમાણે નિકાહ પઢાવ્યા

લગ્ન બાદ હિંદુ યુવતિ મોહિબના છાણી ખાતે આવેલા ઘરે રહેવા ગઇ હતી. ત્યાર બાદ મોબિહે 11/09/2020 ના રોજ કાઝીને પોતાના ઘરે બોલાવીને હિંદુ યુવતિની મરજી વિરૂદ્ધ મુસ્લિમ ધર્મ પ્રમાણે નિકાહ પઢાવ્યા હતા. અને હિંદુ યુવતિનું મુળ નામ બદલીના મુસ્લિમ નામ માહિરા રાખી દીધું હતું. ત્યાર બાદથી મોહિબે હિંદુ યુવતિને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું એટલું જ નહિ તેણે હિંદુ યુવતિ લગ્ન બાદ તેની સાથે લાવેલા હિંદુ દેવી – દેવતાઓની મુર્તિ અને ફોટા ફેંકી દીધા હતા. હિંદુ યુવતિ સાથે બિભત્સ વિડીયો બતાવીને મોહિબે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. અને તેવું કરતા રોકવા જતા તે હિંદુ યુવતિ સાથે હિંસા પર ઉતરી આવતો હતો.

હિંદુ યુવતિનો જેઠ હાથ પકડી તેની છેડતી કરતો

મોહિબનો ભાઇ મોહસીન  હિંદુ યુવતિ જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તેની પર નજર બગાડતો હતો. અને એકલતાનો લાભ લઇને તેનો હાથ પણ પકડી લેતો હતો. હિંદુ યુવતિ જ્યારે સગર્ભા હતી ત્યારે ડીલીવરી બાબતે સસરા જોડે ડીલીવરીના ખર્ચ બાબતે માથાકુટ થઇ હતી. ત્યારે સસરા ઇમ્તિયાજખાને તેને ગંદિ ગાળો આપી હતી. આટલેથી નહિ અટકતા પિતા પુત્રએ ભેગા મળીને હિંદુ યુવતિને માર માર્યો હતો.

હિંદુ યુવતિએ પુત્રનું નામ શિવ રાખ્યું, જ્યારે મોહિબ પુત્રનું  મુસ્લિમ નામ રાખવા દબાણ કરતો

લગ્ન જીવન દરમિયાન દંપત્તિને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. પુત્રનું નામ રાખવા બાબતે પણ મોહિબે હિંદુ યુવતિને માર માર્યો હતો. હિંદુ યુવતિએ પુત્રનું નામ શિવ રાખ્યું હતું. જ્યારે મોહિબ પુત્રનું નામ મુસ્લિમ ધર્મ પ્રમાણે રાખવા દબાણ કરતો હતો.

ફતેગંજ પોલીસે સમગ્ર મામલે મોહિબ ખાન, તેના પિતા ઇમ્તિયાઝ ખાન સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર અધિનિયમ સુધારા 2020 સહિત અન્ય કલમો આંતર્ગત ગુનો નોંધ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં હિંદુ યુવતિના પતિ મોહિબ પઠાણ, જેઠ મોહસીનખાન તથા સસરા ઇમ્તિયાજખાનની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud