• કોરોનાને લઇને હાલ રાજ્ય સરકાર દ્વારા વડોદરા સહિત વડોદરા સહિત અનેક શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું
  • રાત્રી કર્ફ્યુ સમયે પુરપાટ ઝડપે આવતી અંદાજીત રૂ. 1 કરોડની કિંમત ધરાવતી લક્ઝુરીયસ કાર ગોત્રી વિસ્તારમાં આવેલા નિલાંબર ટ્રાયમ્પ કોમ્પલેક્ષથી પ્રિયા ટોકીઝ તરફ જવાના રસ્તે ડિવાઇડર પર ચઢી
  • Volvo X – C 90 મોડલની કાર ડિવાયડર પર ચઢી વિજ પોલ સાથે ભટકાઇ
  • કાર એટલી જોરમાં ભટકાઇ કે બે એર બેગ પણ ખુલી ગઇ
  • મોંઘી ગાડીઓમાં ફરતા અને બેફામ રીતે હંકારી અન્યનો જીવ જોખમમાં મુકતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠી

WatchGujarat. શહોરના ગોત્રી વિસ્તારમાં આવેલા નિલાંબર ટ્રાયમ્પ કોમ્પલેક્ષથી પ્રિયા ટોકીઝ તરફ જવાના રસ્તે અંદાજીત રૂ. 1 કરોડની કિંમતની વૈભવી કાર ડિવાઇડર પર જઇ ચઢી હતી. લક્ઝુરીયસ કાર એટલી ઝડપથી ભટકાઇ હતી કે કારની બંને એરબેગ ખુલી ગઇ હતી. વહેલી સવારે કાર ડિવાઇડર પર ચઢેલી હાલતમાં જોતા લોકો આસપાસ એકત્ર થયા હતા. હવે રાત્રી કર્ફ્યુમાં કારનો અકસ્માત થયો છે કે વહેલી સવારે અકસ્માત થયો છે તે તપાસનો વિષય છે. જે આગામી સમયમાં સ્પષ્ટ થશે. જો કે આ મામલે પોલીસ ચોપડે હજી સુધી કોઇ નોંધ લેવાઇ નથી.

કોરોનાને લઇને હાલ રાજ્ય સરકાર દ્વારા વડોદરા સહિત વડોદરા સહિત અનેક શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ રાત્રી કર્ફ્યુની અમલવારીમાં ઢીલાશ વર્તવામાં આવતી હોય તેવા અનેક કિસ્સાઓ અગાઉ સામે આવી ચુક્યા છે. ગતરોજ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સંભવત રાત્રી કર્ફ્યુ સમયે પુરપાટ ઝડપે આવતી અંદાજીત રૂ. 1 કરોડની કિંમત ધરાવતી લક્ઝુરીયસ કાર ગોત્રી વિસ્તારમાં આવેલા નિલાંબર ટ્રાયમ્પ કોમ્પલેક્ષથી પ્રિયા ટોકીઝ તરફ જવાના રસ્તે ડિવાઇડર પર ચઢેલી હાલતમાં જોવા મળી હતી.

વહેલી સવારે વોક કરવા જતા લોકોએ ડિવાઇડર પર ચઢેલી કાર જોઇને અચરજમાં મુકાયા હતા. કાર ડિવાઇડર પર 10 ફુટ જેટલી વધારે ધસી ગઇ હતી. અને કાર એટલી જોરથી ભટકાઇ હતી કે, કારમાં આવેલી એરબેગ ખુલી ગઇ હતી. જો કે, સમગ્ર ઘટનામાં સ્થળ પર કોઇ ઇજાગ્રસ્ત થયું હોય તેવું જોવા મળ્યું ન હતું. કાર ડિવાઇડર પર ચઢી જવાને કારણે 10 ફુટ જેટલો ડિવાઇડર પણ ક્ષતિગ્રસ્ત થયો હતો.

કાર ડિવાઇડર પર ચઢી ગયા બાદ વિજળીના પોલ સાથે ભટકાયેલી હાલતમાં જોવા મળી હતી. કાર પુર ઝડપે ભટકાઇ હોવાને કારણે તેમાંથી નિકળતુ ઓઇલ રસ્તા રેલાયુ હતું. જોકે વહેલી સવારે કાર માલિક સાથે સંકળાયેલા લોકો કારની રક્ષા કરતા અને તેને કેવી રીતે અહિંયાથી ખસેડવી તે અંગે ચર્ચા વિચારણા કરતા નજરે પડ્યા હતા.

સામાન્ય રીતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા કડકાઇ બતાવવામાં આવી હોવાને અનુભવ અનેક લોકોને અત્યાર સુધી થયા હશે. પરંતુ ક્યારે પણ માલેતુજારો અને રસ્તા પર બેફામ હંકારીને અન્યનો જીવ જોખમમાં મુકવાનો પ્રયાસ કરનારાઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી હોય તેવા કિસ્સાઓ જવલ્લેજ જોવા મળે છે. મોંઘી ગાડીઓમાં ફરતા અને બેફામ રીતે હંકારી અન્યનો જીવ જોખમમાં મુકતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જે સ્થળે મોંઘીદાટ કાર ડીવાઇડર પર ચઢેલી જોવા મળી હતી, ત્યાં સામાન્ય દુરી પર ગોત્રી પોલીસ સ્ટેશન આવેલુ છે. તથા આ રાહદારી રસ્તો હોવાથી પોલીસનુ પણ ત્યાં સતત પેટ્રોલીંગ રહે છે. છતાંય ડીવાઇડર પર ચઢી ગયેલી આ માલેતુજારની કાર પોલીસને દેખાઇ નહીં તે આશ્ચર્યની બાબત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud