• માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તોડબાજ કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી
  • વધુ તપાસ માટે પોલીસે કોન્સ્ટેબલને કોર્ટમાં રજુ કરી સાત દિવસની રિમાન્ડની માગણી કરી હતી.
  • કોન્સ્ટેબલ પોતાની સ્કોર્પીયો કાર ચલાવા માટે ખાનગી ડ્રાઇવર રાખતો
  • કોન્સ્ટેબલ ગાડીમાંથી ઉતરે તે પહેલા જ દરવાજો ખોલવા માટે પણ માણસ જોડે જ રહેતો
  • ACBની જેમ પોલીસ રમેશ ગલસર કેસમાં મિલ્કત અને બેન્ક ખાતાની તપાસ કરશે

#Vadodara - તોડબાજ કોન્સ્ટેબલ રમેશ ગલસર 1 દિવસના પોલીસ રિમાન્ડ પર, IPS અધિકારી જેવો રોફ જાડવા કયા બે લોકોને સાથે રાખતો, જાણો

WatchGujarat પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓનો હોદ્દો ભલે નાનો હોય પણ કાળા કાંચ વાળી ગાડી અને મોંઘાદાટ મોબાઇલ ફોન રાખવાનો એક અનોખો ક્રેઝ છે. માંજલપુર પોલીસનો તોડબોજ પોલીસ કોન્સ્ટેબલ પણ આવો જ ક્રેઝ અને પોતે IPS અધિકારી હોય તેવો વહેમ ધરાવતો હતો. પોતાની 4444 નંબર વાળી સફેદ રંગની સ્કોર્પીયો કાર ચલાવા માટે ખાનગી ડ્રાઇવર રાખતો હતો. કોન્સ્ટેબલ (સાહેબ) ગાડીમાંથી ઉતરે તો દરવાજુ ખોલવા માટે પણ એક માણસને ગાડીમાં જોડે રાખતો હતો. દિવાળી પૂર્વે બનેલી ઘટના સમયે પણ રમેશ ગલસર સાથે આ બે ખાનગી વ્યક્તિઓ હાજર હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. #IPS

માંજલપુર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ (Police Constable) રમેશ ગલસર પોતાને સાહેબ કહેડાવાનો અભરખો રાખતો હતો. જેથી તે પોતાની સાથે સ્કોર્પીયો કાર ચલાવવા માટે સામત નામના વ્યક્તિને સાથે રાખતો હતો. સામત પોલીસ કર્મી નહીં હોવા છતાં કોન્સ્ટેબલ (સાહેબ) જોડે હોય એટલે પોતે પોલીસ તરીકેનો રોફ જાડતો હતો. જ્યારે રમેશ ગલસર (Ramesh Galsar) તેની કારમાં મહેશ નામના વ્યક્તિને પણ સાથે રાખતો હતો. કોન્સ્ટેબલ (સાહેબ) સ્કોર્પીયોમાંથી નિચે ઉતરે એટલે સામત અથવા તો મહેશ તેની કારનો દરવાજો ખોલે ત્યાર પછી જ કોન્સ્ટેબલ (સાહેબ) ગાડીમાંથી નિચે ઉતરતો હતો.

ગત તા. 13 નવેમ્બરના રોજ મુબંઇથી ઉદેપુર જઇ રહેલા અમિતકુમારની ગાડી ચેકિંગ કરતા સમયે પણ કોન્સ્ટેબલ રમેશ ગલસર સાથે સામત અને મહેશ હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. અમિતકુમારની કાર ચેકિંગ કરતા દારૂની બે બોટલો મળી આવી હતી. મામલો રફેદફે કરવા માટે કોન્સ્ટેબલ અને તેના સાગરીતોએ રૂ. 20 હજારનો તોડ કર્યો હતો. આ સમયે અમિતકુમારની કારમાંથી રોકડ રૂ. 18 હજાર તથા રૂ. 40 હજારનો ગુગલ પીક્સલ (Google Pixel Phone) ફોન અને રૂ. 40 હજારની કિંમતની એપ્પલ વોચ (Apple Watch) પણ ગાયબ થઇ હતી. જેથી અમિતે વારંવાર રમેશ ગલસરનો સંપર્ક કરી તેની વસ્તુઓ પાછી આપી દેવા માટે વિનંતી કરી હતી. પરંતુ તોડબાજ કોન્સ્ટેબલ એકનો બે ના થયો અને આખરે સમગ્ર મામલો વડોદરા પોલીસ કમિશ્નર (Police Commissioner) આર.બી બ્રહ્મભટ્ટ અને એ.સી.પી (ACP) એસ.બી કુંપાવત પાસે પહોંચતા રમેશ ગલસર સામે ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવા હતી. #IPS

પોલીસે રમેશ ગલસરનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી આજે કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કરતા હવે પોલીસ રમેશ ગલસરના મકાન અને બેન્ક ખાતાની પણ તપાસ હાથ ધરશે. #IPS

More #Manjalpur #police#constable #ramesh galsar #liked-to-call #As IPS #himself #Saheb #Vadodara news

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud