• આગથી ભસ્મીભૂત થયેલી કંપનીને જોઈ મહિલા કામદારોએ પોતાની મહેનતથી ફરીથી આ કંપની શરૂ કરીશુંની સાંત્વના આપી
  • 12 થી 15 ફાયર ફાઈટરો 6 કલાક સુધી કામે લાગી પાણી અને ફોર્મ નો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી

WatchGujarat શહેરની મકરપુરા જીઆઇડીસીમાં આવેલી અગરબત્તી બનાવતી શ્રીજી અગરબત્તીની કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આગના આ બનાવમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હૉવાનું અંદાજ મળી રહ્યો છે.

મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી શ્રીજી અગરબત્તીમાં આજે વહેલી સવારે 4:00 વાગ્યે ભીષણ આગ લાગી હતી. જેની જાણ ફાયર બ્રિગેડને થતા 12થી 15 જેટલા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ કાબૂમાં આવી શકી ન હતી.

ફાયર ફાઈટરો દ્વારા સતત છ કલાક સુધી પાણી અને ફોર્મ નો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. જો કે અગરબત્તી બનાવતી આ કંપની બે માળની છે. જેમાં પહેલા માળે આગ લાગી હતી. જેના કારણે પહલેયા માળે રહેલી અગરબત્તી બનાવવાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ જથ્થો જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે ફાયર ફાયટરોને આગને કાબૂમાં લેવા મુશ્કેલીઓ પડી હતી.

શ્રીજી અગરબત્તી કંપનીમાં લાગેલી ભીષણ આગને કારણે તેમાં કામ કરતી મહિલાઓ સવારની પાળીમાં કંપની ખાતે પહોંચી હતી. કંપનીમાં લાગેલી આગના દ્રશ્યો જોઈને મહિલા કામદારો ચોધાર આંસુઓએ રડી પડી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, અગરબત્તી બનાવતી આ કંપનીમાં મહિલા કામદારો કરતી હોવાથી ઘણી મહિલાઓના કુટુંબનું ગુજરાન આ અગરબત્તીની કંપનીમાં કામ કરવાથી થતું હતું.

વહેલી સવારે લાગેલી આ આગને કારણે મહિલા કામદારો એક બીજાને સાંત્વના આપટી નજરે પડી હતી. તેમજ આપણી તમામની મહેનત થી ફરી આ કંપની શરૂ કરીશું અને આગળ ધપાવીશું. તેવી ઉદેશ્ય સાથે કે બીજાને સાંત્વના આપી રહી હતી.

વહેલી સવારે લાગેલી આ આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડએ સતત છ કલાક સુધી પાણી મારો ચલાવ્યા હતો . ત્યારબાદ આગ કાબુમાં આવી હતી. તેમ છતાં કંપનીમાં 9:00 વાગ્યે પણ આગની જ્વાળાઓ નજરે પડી હતી.

આ આગ કેવી રીતે લાગી તેની સત્તાવાર જાણકારી મળી નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud