સુરતના સપ્લાયર પાસેથી ડ્રગ્સ લઇને વડોદરામાં વેચતો પેડલર ઝડપાયો
પોલીસને બાતમી મળતા જ સમા વિસ્તારમાં આવેલા મેદાનમાં ટ્રેપ ગોઠવી
પોલીસ દ્વારા નશાના કારોબારીની ધરપકડ બાદ પણ વેચવાનો સિલસિલો યથાવત છે
Watchgujarat. દિવસે ને દિવસે યુવાધન ડ્રગ્સના રવાડે ચઢી રહ્યું છે. જેને લઇને શહેર પોલીસ દ્વારા અનેક વખત વિવિધ પ્રકારના નશા પ્રેરક દ્રવ્યો રાખવારા, વેચનારા અથવા સેવન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. છતાં શહેરમાં ડ્રગ્સનો કારોબાદ ચાલુ છે. ગત સાંજે પોલીસે સમા વિસ્તારના એક ગ્રાઉન્ડમાં ટુ વ્હીલર પર ડ્રગ્સનું વેતાણ કરતા પેડલરને પકડી પાડ્યો હતો.
ગુજરાત પોલીસ દ્વારા તમામ શહેરને ક્લિન બનાવવા માટે નશાના કારોબારીઓ સામે કામગીરી કરવામાં આવતી હોય છે. કેટલાક કિસ્સામાં પોલીસને મોટી સફળતા પણ મળી છે. જો કે, પોલીસની કાર્યવાહી બાદ પણ વિવિધ પ્રકારના નશા પ્રેરક પદાર્થોનું વેચાણ હજી ચાલુ જ છે. શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આઘારે સમા વિસ્તારમાંથી ડ્રગ્સના સપ્લાયર બિલ્લાને 1.97 લાખની કિંમતના ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેર ક્રાઇમ બ્રાન્ચને સમા વિસ્તારમાં આવેલા ઐયપ્પા મંદિર પાસેના ગ્રાઉન્ડમાં એમ.ડી ડ્રગ્સ લઇને આવતા ઇસમ અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ગ્રાઉન્ડમાં છુટ્ટોછવાયો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગત બપોરે 1 – 55 કલાકે અજાણ્યો ઇસમ ટુ વ્હીલર પર આવ્યો હતો. પોલીસે તેને ઘેરીને તેની તલાસી લેવાનું શરૂ કરી દીધું હતું.
પોલીસ તપાસમાં યુવકના ટુ વ્હીલરમાંથી એમ.ડી ડ્રગ્સ 19.7 કિ.ગ્રા એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન વિરલ નાગરભાઇ પ્રજાપતિ ઉર્ફે બિલ્લાની ધરપકડ કરી હતી. તેણે પોલીસ તપાસમાં ડ્રગ સપ્લાયર સલીમભાઇ અબ્દુલભાઇ વ્હોરા (રહે – રેલવે સ્ટેશનની પાસે, ગોત્રી તળાવની પાછળ, સુરક) પાસેથી લાવ્યો હોવાનું કબુલ્યું હતું. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ, વાહન મળીને કુલ રૂ. 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.