• વડોદરાના સાવલી તાલુકાના રસલપુર ગામેથી પસાર થતી મહીસાગર નદીની વધુ એક જીવલેણ ઘટના
  • વડોદરા મેડિકલ કોલેજના 12 વિદ્યાર્થીઓ શનિવારે વહેલી સવારે રસલપુર નાહ્વા માટે પહોંચ્યાં
  • MBBS ના ત્રીજા વર્ષની વિદ્યાર્થીની અને વિદ્યાર્થી નદીમાં ડૂબતા સ્થાનિકોએ બહાર કાઢ્યાં
  • સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લવાતા તબીબો બચાવવા કોશિષ કરી છતાં જીવ ના બચાવી શક્યા
Vadodara Medical College Students who Drown in Rasalpur

WatchGujarat. વડોદરા નજીકના સાવલી તાલુકામાં આવેલા રસલપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી છેલ્લા લાંબા સમયથી પીકનીક સ્પોટ બન્યો છે. જ્યાં લોકો મોટી સંખ્યામાં નાહ્વા માટે પહોંચી જાય છે. કેટલાક કિસ્સાઓમાં લોકો નદીમાં નાહ્વા પડતા તણાયા હોય અને ત્યારબાદ મોતને ભેટ્યાં હોય તેવા અસંખ્યા કિસ્સાઓ સામે આવ્યાં છે. જોકે આ સ્થળને તંત્ર દ્વારા એક તબક્કે બંધ બહારથી આવતી વ્યક્તિઓ માટે બંધ પણ કરી દેવામાં આવ્યું હતુ. પરંતુ થોડા સમય બાદ જૈસે થે વૈસે જેવી સ્થિતિ સર્જાતા ફરી એક વખત દુખઃદ ઘટના બનાવ પામી છે.

બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, વડોદરા મેડિકલ કોલેજમાં MBBS નાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી સિધ્ધી શાહ, ઓમગ ગોયલ સહિત 12 જેટલા વિદ્યાર્થીઓ શનિવારની મજા માણવા માટે સાવલી તાલુકાના રસલપુર ખાતે નાહ્વા માટે વહેલી સવારે પહોંચ્યાં હતા. જોકે નદીમાં નાહ્વા પડેલા તમામ વિદ્યાર્થીઓ એક કિનારે પાણીની મજા માણી રહ્યાં હતા. દરમિયાન સિધ્ધી અને અમોગ અચાનક પાણીના વહેણમાં તણાયા હતા.

Vadodara Sayaji Hospital OPD
Vadodara Sayaji Hospital OPD

જોતજોતામાં બન્ને ઊંડા પાણીમાં ડૂબતા આગળ વધી રહ્યાં હતા. જેથી સાથી વિદ્યાર્થીઓએ આ દ્રશ્યો જોતા બુમાબુમ કરી હતી. તેવામાં સ્થળ પર હાજર સ્થિનાકો દ્વારા નદીમાં છલાંગ લગાવી નદીના વહેણામાં તણાઇ રહેલી વિદ્યાર્થીની અને વિદ્યાર્થીને બચાવવા પહોંચ્યાં હતા. ભારે મહેનત બાદ બન્નેની નદીના ઊંડા પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યાં હતા. પરંતુ તેમની હાલત નાજુક જણાતા તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતા.

Vadodara Sayaji Hospital OPD
Vadodara Sayaji Hospital OPD

બનાવની જાણ હોસ્પિટલના તબીબો અને મેડિકલ કોલેજના જીન સહિતના સ્ટાફને થતાં તેઓ તાત્કાલીક ઓપીડીમાં દોડી આવ્યાં હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા બન્ને વિદ્યાર્થીઓને બચાવવાના સમગ્ર પ્રયાસો કરવામાં આવ્યાં હતા. પરંતુ તેઓ સિધ્ધી અને અમોગનો જીવ બચાવી શક્યા ન હતા.

ઉલ્લેખનીય છે કે, રસલપુર સ્થિત નદીમાં ડૂબી જવાના અવાર નવાર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે હજી સુધી કોઇ નક્કર પગલા લેવામાં આવ્યાં નથી. જો આજ રીતે આ સ્થળ ખુલ્લુ રાખવામાં આવશે તો ન જાને હજી કેટલાક લોકો જીવ ગુમાવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud