• બરોડા મેડીકલ કોલેજમાં બહાર ગામથી તબિબિ વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે
  • ગુરૂવારે મુળ રાજસ્થાનના અને એમબીબીએસના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
  • રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી

Watchgujarat. બરોડા મેડીકલ કોલેજ માં એમબીબીએસના આખરી વર્ષમાં ભણતા તબિબિ વિદ્યાર્થીએ ગુરૂવારે અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમમાં જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી છે. રાવપુરા પોલીસને જાણ થતા જ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરામાં બરોડા મેડીકલ કોલેજ અને જીએમઇઆરએસ મેડીકલ કોલેજ આવેલા છે. બરોડા મેડીકલ કોલેજ રાજ્યમાં બીજા સ્થાને આવે છે. અહિંયા ભણવા માટે બહાર ગામથી પણ વિદ્યાર્થીઓ આવતા હોય છે. મુળ રાજસ્થાનના રહેવાસી અને બરોડા મેડીકલ કોલેજમાં એમબીબીએસના આખરી વર્ષમાં અભ્યાસ કરતા દિપારામ ચંપાલાલ જિંગર (ઉં – 25) નાએ હોસ્ટેલના રૂમમાં વિજ વાયર વડે ગળે ફાંસો લગાવી જીવન ટુંકાવ્યું હતું.

ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, દિપારામ જિંગર એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને ફેઇલ થવાને કારણે તે ડિપ્રેશનમાં હતો તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આજે સાંજે તેના પિતા બહાર ગયા કે તેણે જીવનનું અંતિમ પગલું ભરી દીધું હતું. હોસ્પિટલના ચોપડે નોંધાયેલી વિગત પ્રમાણે ગુરૂવારે સાંજે 6 વાગ્યા પહેલા દિપારામે ન્યુ મેડીકલ હોસ્ટેલના બ્લોક – બી ના રૂમ નં – 25 માં ગળે ફાંસો ખાધો હતો.

રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલે વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મૃતદેહને પીએમ કરવા માટે કોલ્ડરૂમાં મુકવામાં આવ્યો હતો. અને પોલીસ દ્વારા યુવા તબિબિ વિદ્યાર્થીના જીવન ટુંકાવવાના કારણેની તપાસ કરવા માટે ઝીંણવટ ભરી તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. મામલો વધુ તપાસ બાદ સ્પષ્ટ થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud