• વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં અચરજ પમાડે તેવો બનાવ સામે આવ્યો  
  • ઈજાગ્રસ્ત આધેડને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
  • આધેડે ત્રણે યુવકો વિરુદ્ધ રાવપૂરા પોલીસ મથકે મારામારી અંગે ફરિયાદ નોંધાવી.

WatchGujarat. વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં નજીવી બાબતે ત્રણ યુવકો એક આધેડને લોખંડની પાઇપ વડે ફરી વળ્યાં હતા. જેથી આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સાથે જ સમગ્ર મામલે આધેડએ રાવપુરા પોલીસ મથકે ત્રણ યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર,ગત તારીખ 11 ઓગસ્ટના રોજ વડોદરા શહેરના ભાસ્કર વિઠલનો વાળો દાંડિયાબજાર વિસ્તારના રહેવાસી રાજેશભાઈ શંકરભાઈ જાદવ (ઉ.52 વર્ષ) સાંજના સમયે તેમના કોઈ સંબંધીના ઘરે જતા હતા. રાજેશભાઈના ઘરની બાજુમાં વકીલ ઋષિકેશ પાઠકની ગાડી પાર્ક હતી અને તેઓ પાર્ક કરેલી ગાડી લઇને જતા હતા. આ દરમિયાન ભાસ્કર વિઠલ વાળામાં જ રહેતા રવિન્દ્ર મોરે દોડી આવ્યા હતા અને વકીલ ઋષિકેશ સાથે બોલાચાલી કરવાનું શરુ કર્યું હતું.

એ જોતા રાજેશભાઈ જાદવે તેમને બોલાચાલી ન કરવાનું કહેતા ઉશ્કેરાઈ જઈને રવિન્દ્ર મોરે તેના ઘર તરફ દોડી એક લોંખડની પાઇપ તથા તેના ભત્રીજા રોહિત મોરેને સાથે લઇ ને આવ્યો હતો. આ જોતા રાજેશભાઈ ગભરાઇને દોડવા લાગ્યા હતા. પરંતુ ભત્રીજા રોહિત મોરેએ તેમને પકડી પડ્યા હતા અને રવિન્દ્ર સહીત તેના ભત્રીજા રોહિતએ રાજેશભાઈની નીચે પડી લોખંડની પાઇપ વડે બંને ફરી વળ્યાં હતા. સાથે જ આ બનાવ જોતા રવીન્દ્રભાઈનો નોકર કૃષ્ણ શિંદે પણ ત્યાં દોડી આવ્યો હતો.અને રવિન્દ્ર તથા રોહિત અને કૃષ્ણ આમ આ ત્રણે રાજેશભાઈને આક્રમકતા સાથે ફરી વળ્યાં હતા. રાજેશભાઈ ગંભીર ઈજાગ્રસ્ત થતા તે બુમા બમ કરતા તેમના સબંધીઓ અને રાહદારીઓ દોડી આવ્યા હતા. જે જોતા ત્રણે યુવકો ત્યાંથી નાશી છુટ્યા હતા.

રાજેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને રાજેશભાઈએ ત્રણે યુવકો વિરુદ્ધ રોપૂરા પોલીસ મથકે મારામારી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાજેશભાઈની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud