• 44 દિવસ બાદ પણ જિલ્લા એસઓજી પીઆઇની પત્ની સ્વિટી પટેલ ગુમ થવા મામલે તપાસમાં જિલ્લા પોલીસ નિષ્ફળ નિવડી
  • ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર તપાસ એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો નિર્ણય જાહેર કર્યો
  • પીઆઇ અજય દેસાઇને રજા પર ઉતારી દઇ તેના પર પોલી ગ્રાફી, એસડીએસ સહિતના સાયન્ટીફીક ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેની ગુના શોધવાની આગવી શૈલીના કારણે રાજ્ય સહિત દેશમાં ઓળખ ધરાવે છે
Sweety Patel, Vadodara Karjan
Sweety Patel, Vadodara Karjan

WatchGujarat. વડોદરા જિલ્લા એસ.ઓ.જી પી.આઇ.ની પત્ની છેલ્લા 44 દિવસથી ગુમ છે. જેની ભાળ મેળવવા માટે જિલ્લા પોલીસ સદંતર નિષ્ફળ રહી હતી. તાજેતરમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેઓએ સમગ્ર મામલાની તપાસ ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કરશે તેવી જાહેરાત કરી હતી. જો કે, હવે ચકચારીત સ્વિટી પટેલ ગુમ થયા મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીના વડપણ હેઠળ તપાસ આગળ વધશે અને એટીએસ ટેકનીકલ સપોર્ટ પુરો પાડશે.

વડોદરા જિલ્લા એસ.ઓ.જી પીઆઇ અજય દેસાઇના પત્ની સ્વિટી ગુમ થતા તેના ભાઇએ કરજણ જિલ્લા પોલીસ મથકમાં અરજી કરી હતી. ત્યાર બાદ સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતા ઝડપી કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા. જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને સ્વિટી પટેલની ભાળ મેળવવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અટાલી ગામેથી માનવ હાડકા મળી આવ્યા હતા. જેની હાલ તપાસ ચાલી રહી છે. તેના સિવાય જિલ્લા પોલીસની તપાસમાં કંઇ ખાસ તથ્ય સામે આવ્યું નથી. પીઆઇ અજય દેસાઇને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. અને તેના પર પોલી ગ્રાફી, એસડીએસ સહિતના સાયન્ટીફીક ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે તપાસ અધિકારીઓની નજર ટેસ્ટના પરિણામો પર છે.

દરમિયાન બે દિવસ પહેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ તેઓએ જિલ્લામાં બનેલા ચકચારી સ્વિટી પટેલ ગુમ કાંડમાં તપાસ કરવામ માટે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરશે તેવી જાહેરાત કરી હતી. આમ, સ્વિટી પટેલનો કેસ ઉકેલવામાં નિષ્ફળ વડોદરા જિલ્લા પોલીસ પાસેથી તપાસ આંચકી લેવામાં આવી હતી.

સમગ્ર મામલે ગતરોજ નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું હતું. નોટીફીકેશનમાં જણાવ્યા અનુસાર, સ્વિટી પટેલ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરશે. અને ગુજરાત એટીએસ દ્વારા તેને જરૂરી ટેકનીકલ સર્વેલન્સ પુરૂ પાડવામાં આવશે. વડોદરામાં અગાઉ નવલખી રેપ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. તપાસ સોંપ્યાના ગણતરીના સમયમાં આરોપીઓની વડોદરાથી જ ધરપકડ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેની ગુના શોધવાની આગવી શૈલીના કારણે રાજ્ય સહિત દેશમાં ઓળખ ધરાવે છે. તપાસ સોંપાયા બાદ ગણતરીના સમયમાં સ્વિટી પટેલનો કેસ ઉલેકાઇ જાય તેવી શક્યતાઓ જણાઇ રહી છે. તો બીજી તરફ ગુજરાત એટીએસ ગંભીરમાં ગંભીર કિસ્સાઓને ઉકેલવાની ક્ષમતા ધરાવે છે. અગાઉ પણ અનેક સંવેદનશીલ કેસોમાં ગુજરાત એટીએસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud