• ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો અધિકારીઓને ધમકી આપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
  • મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ‘ચૌદમુ રતન’ બતાવવાની ધમકી આપી
  • અગાઉ પણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાના નિવેદનોના લીધે વિવાદમાં રહ્યાં છે
  • આ વીડિયો આજના પાદરા શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમનો છે

WatchGujarat. વડોદરાના દબંગ એમએલએ મધુ શ્રીવાસ્તવ હમેંશા કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતા હોય છે. ક્યારે તેમના નિવેદનોને કારણે તો ક્યારેક મીડિયા સાથેના તેમના વ્યવહારને કારણે. અત્યારે પણ તેમનો એક વીડિયો વાયરલ થયો છે. સાથે તેના કારણે રાજકારણમાં વિવાદ પણ સર્જાયો છે. તમને જણાવી દઈએ કે મધુ શ્રીવાસ્તવે આ વીડિયોમાં ફરી અધિકોરીઓને ‘ચૌદમુ રતન’ બતાવવાની ધમકી આપી છે.

વિડીયો જોવા માટે ઉપરોક્ત લિંક પર ક્લિક કરો 

આ અંગે મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર મધુ શ્રીવાસ્તવનો અધિકારીઓને ધમકી આપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને ફરી તેઓ વિવાદમાં આવ્યા છે. આ વીડિયો આજના પાદરા શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમનો છે. જેમાં મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ‘ચૌદમુ રતન’ બતાવવાની ધમકી આપી છે. પરંતુ તેઓ આ વાતને ધમકી માનતા નથી. તેમનું કહેવું છે કે આ કોઈ ધમકી નથી, ‘ચૌદમું રતન’ એટલે અધિકારી કામ ન કરે તો તેની બદલી કરાવી શકવાની ક્ષમતા છે.

આ વીડિયોમાં મધુ શ્રીવાસ્તવ કહેતા જોવા મળે છે કે, ‘જે કોઈ પણ અધિકારીઓ હશે અધિકારીઓ કામ ન કરે તો ચૌદમું રતન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, સમય આવી ગયો છે ઘણું બધું છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે કોઈ પણ ઉમેદવાર હોય તેને જંગી બહુમતીથી જીતાડશો.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે અગાઉ પણ એમએલએ મધુ શ્રીવાસ્તવ પોતાના આવા નિવેદનોના લીધે વિવાદમાં રહ્યાં છે.

મીડિયા સાથે આ અંગે વાત કરતાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ‘સાચા કામ માટે કોઈ પણ અધિકારી કામ નહીં કરે તો હું ચૌદમું રતન વાપરું છું. ચૌદમું રતન એટલે સરકારને ફરિયાદ કરીશ આ અધિકારી વિશે એમ. આ ધમકીનો સવાલ નથી. અમુક જગ્યાએ તલાટી હોય મામલતદાર હોય અને ગરીબ માણસને દાખલો લેવાનો હોય અને દોડમદોડી કરતા હોય તો અમારી સરકારે સૂચના આપી છે કામ કરવાની અને જો ન માને તો હું સરકારને લખીને બદલી કરાવી શકું છું. હું ચૌદમું રતન બતાવીશ.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘મેં મારી પ્રજાને વચન આપ્યું છે એટલા માટે. પ્રજા માટે ચૌદમું રતન બતાવીશ ચૌદમું રતન એટલે સરકારને લખીને આપીશ. આ મધુ શ્રીવાસ્તવ છે જીવનમાં મનુષ્ય અવતાર લીધો છે ભગવાન સિવાય કોઈથી ડરતો નથી. પ્રજાએ મને ચૂંટીને મોકલ્યો છે અને તેના કામ હોય તો કોઈ પણ મોટો લાડ ગર્વનર હોય ચૌદમું રતન બતાવું જ એમાં બે વાત નથી. જો લોકોના કામ થઈ રહ્યા છે એટલે અમારી સરકાર છે. કોઈ પણ જાતનો વ્યક્તિ હશે અમારી પાસે કામ લઈને આવશે અમે કામ કરીશું. જો એનું કામ અધિકારી નહીં કરે તો ચૌદમું રતન બતાવીશ સરકારને લખીને એની બદલી કરાવી નાખું’

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud