• વડોદરા ભાજપાના 66 કોર્પોરેટરોને પોતાના વોર્ડ વિસ્તારમાંથી એક સેવા વસાહતને દત્તક લેવાનો સંકલ્પ કર્યો હતો
  • અઘોરા મોલ પાછળ આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે આવેલા આવાસોમાં રહેતા 500 પરિવારોને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજનાના કવચ અંતર્ગત આવરી લેવાશે – ડો. રાજેશ શાહ
  • વિસ્તારમાં રોડ, પાણી, ગટરની યોજનાઓ પર નિયમિત કામગીરીની સાથે સેવા વસ્તીમાં રહેતા પરિવારોના ભવિષ્યને ધ્યાને રાખીને તેમના આરોગ્ય, શિક્ષણ અને સલામતી માટેના કામો પણ કરાય છે
  • સેવા વસ્તીને રાજ્ય સ્તરે આદર્શ સેવા વસ્તીના મોડેલ તરીકે તૈયાર કરવામાં આવશે. અને અમે તેનું ડોક્યુમેન્ટેશન પણ કરીશુ – દિપ પરીખ, કો-ઓર્ડિનેટર

Watchgujarat. ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે શહેરના 66 કાઉન્સિલરોએ એક વર્ષ માટે સેવા વસ્તીને આદર્શ બનાવવાના હેતુથી દત્તક લીધી હતી. શહેરના એક સુશીક્ષીત કાઉન્સિલર દ્વારા સેવા વસ્તીમાં આરોગ્ય, શિક્ષણ અને સલામતીના એવા પગલા લેવામાં આવી રહ્યા છે, કે હાલ તબક્કે જો લાગી રહ્યું છે કે આ જ વિસ્તાર ખરા અર્થમાં આદર્શ બનશે.

શહેર ભાજપા દ્વારા ચુંટણી બાદ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપાના 66 કોર્પોરેટરોને પોતાના વોર્ડ વિસ્તારમાંથી એક સેવા વસાહતને દત્તક લેવાનો સંકલ્પ કર્યો હતો. અને તેમાં રોડ, ગટર, પાણી સહિતના પ્રાથમિક સુવિધાએ પર ધ્યાન આપીને મારૂ નગર આદર્શ નગર બનાવવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. શહેરના પાલિકાના વોર્ડ નં – 3 ના કાઉન્સિલર ડો. રાજેશ શાહ દ્વારા ખરા અર્થમાં સેવા વસ્તીને આદર્શ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ડો. રાજેશ શાહ (નિકિર)એ કામગીરી અંગે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મેં અઘોરા મોલ પાછળ આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા લોકોને દત્તક લીધી છે. અહિંયા 500 જેટલા પરિવારો વસવાટ કરે છે. મહામારી કાળમાં મારૂ પ્રથમ ધ્યેય લોકોને સલામતી પ્રદાન કરવાનું હતું. દત્તક લીધાના અત્યાર સુધીમાં 100 પરિવારોને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજનાના કવચ અંતર્ગત સમાવી લેવામાં આવ્યા છે. આગામી દોઢ મહિના જેટલા સમયમાં તમામ પરિવારને સુરક્ષા વિમા યોજનામાં સમાવી દેવામાં આવશે.

વધુમાં ડો. રાજેશ શાહે ઉમેર્યું કે, તેની સાથે અહિંયા રહેતા બાળકોને શાળમાં ફી તથા એડમીશનના મુદ્દે કોઇ સમસ્યા હોય તે તેનો ઉકેલ લાવવા માટે હું અને મારી ટીમ સતત પ્રયત્નશીલ છે. તથા અહિંયા રહેતા લોકો માટે ઇમ્યુનિટી વર્ધક દવાઓનું વિતરણ, મેડીકલ ચેકઅપ, તથા કોઇ વિશેષ જરૂરિયાત જણાય તે તેવી સુવિધા કરવાનું પણ આયોજન છે. તાજેતરમાં અહિંયા રહેતા લોકોને ત્રણ વ્હીલ ચેર જરૂરિયાત પ્રમાણે ડોનેટ કરવામાં આવી હતી.

તદઉપરાંત વિસ્તારમાં અમારા દ્વારા રોડ, પાણી, ગટરની યોજનાઓ પર નિયમિત કાગીરી કરવામાં આવી જ રહી છે. પરંતુ સેવા વસ્તીમાં રહેતા પરિવારોના ભવિષ્યને ધ્યાને રાખીને તેમના આરોગ્ય, શિક્ષણ અને સલામતી માટેના કામો પર કરવામાં આવે છે. તથા સેવા વસ્તીના બાળકે જે આંગણવાડીમાં જાય છે, તેને પણ દત્તક લેવામાં આવી છે. અને તેમા જરૂરી સુવિધાઓ તેમજ બાળકોનો પૌષ્ટિક આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ડો. રાજેશ શાહની ટીમના કોઓર્ડિનેટર દિપ પરીખે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, જેવી રીતે કાઉન્સિલર સરનો ઉદ્દેશ્ય છે તેને પાર પાડવા માટે અમે સતત મોનીટરીંગ કરીએ છીએ. અમારૂ મહત્વકાંક્ષી લક્ષ્યાંક છે કે, આ સેવા વસ્તીને રાજ્ય સ્તરે આદર્શ સેવા વસ્તીના મોડેલ તરીકે તૈયાર કરવામાં આવશે. અને અમે તેનું ડોક્યુમેન્ટેશન પણ કરીશુ. જેને લઇને ડો. રાજેશ શાહના માર્ગદર્શન હેઠળ થયેલું કાર્ય આગામી સમયમાં પણ લોકોને અમલમાં મુકવા માટે પ્રેરીત કરી શકે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud