• સયાજી હોસ્પિટલના સંક્રમિત થયેલા તમામ કર્મચારીઓ હાલ હોમ આઇસોલેટેડ છે
  • MGVCLના 3 એન્જિનિયર, ક્લાસ 3 અને 4 કર્મચારી અને ફિલ્ડ સ્ટાફ સહિત 24થી વધુ કર્મચારી પોઝિટિવ
  • રોજ 2થી 3 જેટલા કર્મચારીઓ સંક્રમિત થાય છે.

WatchGujarat રાજ્યમાં ચૂંટણીબાદ કોરોનાના કેસોમાં ધરખમ વધારો આવ્યો છે. બીજી તરફ વડોદરા શહેરમાં પણ દિન પ્રતિદિન વધતા જતા કોરોનાના વ્યાપ વચ્ચે શુક્રવારે શહેરની એસએસજી હોસ્પિટલમાં 12 જેટલા ડોક્ટરો તેમજ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવનાર 25 થી 27 જેટલા નર્સિંગ સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત વડોદરામાં MGVCLના 3 એન્જિનિયર, ક્લાસ 3 અને 4 કર્મચારી અને ફિલ્ડ સ્ટાફ સહિત 24થી વધુ કર્મચારી પોઝિટિવ આવ્યા છે. જેને પગલે એમજીવીસીએલની કામગીરી પર અસર પડી છે.

શહેરમાં કોરોનાનો વ્યાપ પુરઝડપે વધવા માંડ્યો છે. દિન-પ્રતિદિન કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં શુક્રવારે સયાજી હોસ્પિટલમાં 12 જેટલા ડોક્ટર તેમજ કોવિડ વોર્ડમાં ફરજ બજાવનાર 25 થી 27 જેટલા નર્સિંગ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા છે. આ અંગે માહિતી આપતા સયાજી હોસ્પિટલ કોવિડ વોર્ડના ડો.બેલીમે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી રોજ 2થી 3 મળીને આજ દિવસ સુધીમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવનાર અને ફરજ બજાવી ચૂકેલા 25થી 27 જેટલા નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ કોરોનાં સંક્રમિત થયા છે. તેમની સાથે 12 જેટલા ડોક્ટરો પણ કોરોનાં સંક્રમિત થયા છે. હાલ તેઓ હોમ આઇસોલેટેડ છે. જેઓની તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી એસેસજી હોસ્પિટલના કોવિડ વોર્ડના ફ્રન્ટલાઈન કોરોનાં વોરિયર્સ અને ડોક્ટરો કોરોનામાં સપડાઇ રહ્યા છે. આજ દિવસ સુધીમાં 10થી 12 ડોકટરો અને 27 જેટલા નર્સિંગ કર્મચારીઓ કોરોનાં સંક્રમિત થયા છે. જેને પગલે અન્ય સ્ટાફમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે.

આ ઉપરાંત MGVCLમાં પણ 24થી વધુ કર્મચારી પોઝિટિવ આવ્યા છે. જેમાં 3 એન્જિનિયર, ક્લાસ 3 અને 4 કર્મચારી અને ફિલ્ડ સ્ટાફનો સમાવેશ થયો છે જેને પગલે એમજીવીસીએલની કામગીરી પર અસર પડી છે. MGVCLના રોજ 2થી 3 જેટલા કર્મચારીઓ સંક્રમિત થાય છે. જેના પગલે અન્ય કર્મચારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud