• પોલીસે છાતીમાં દંડા માર્યા હોવાથી મોત નીપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ
  • પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇન્કાર

WatchGujarat શહેરના છેવાડેના વિસ્તારમાં આવેલ જવાહરનગર પોલીસ દ્વારા મોડીરાત્રે અટકાયત કરાયેલા 40 વર્ષીય વ્યક્તિનું પોલીસ મથકમાં જ રહસ્યમય મોંત નીપજ્યું હતું.જો કે પરિવારજનો દ્વારા પોલીસે છાતી માં દંડા માર્યા હોવાથી મોંત નીપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.પોલીસે મોંતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી પેનલ પીએમ કરાવવાની કાર્યવાહી હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ફતેગંજ પોલીસ સ્ટેશનના બહુ ચર્ચિત બાબુ શેખ કસ્ટડીયલ ડેથમાં CIDને તપાસ સોંપ્યા બાદના 2 વર્ષ બાદ પણ હત્યાના નક્કર પુરાવા મળ્યા નાથ. ત્યારે હવે જવાહરનગર પોલીસ મથક માંથી કસ્ટડીયલ ડેથનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

શહેર નજીક બાજવા ગામમાં આવેલ જલારામ નગરમાં 40 વર્ષીય મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢીયાર પત્નિ જશોદા બેન અને માતા સાથે રહે છે. મહેન્દ્રભાઈ જમીન લે વેચ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત મોડીરાત્રે 2.08 કલાકે જવાહરનગર પોલીસ મથક દ્વારા પોલીસ કંટ્રોલરૂમની વર્ધિ ના આધારે મહેન્દ્રભાઇની અટકાયત કરીને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

દરમિયાન આજે સવારે તેઓનું રહસ્મય સંજોગોમાં મોત નીપજ્યું હતું. જ્યાંથી તેઓને બાજવા પીએચસીસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબીઓએ મૃત જાહેર કર્યા હતા. જોકે આ બનાવની જાણ પરિવારજનોને થતા પરિવાર બાજવા પીએચસી સેન્ટર પર આવી પહોંચ્યો હતો. અને પોલીસે અટકાયત કર્યાબાદ મહેન્દ્રભાઈનું મોત નીપજ્યું હોવાથી પોલીસના મારથી મૃત્યુ થયું હોવાના પરિરવારજનોએ આક્ષેપો કાર્ય હતા. આ ઉપરાંત પેનલ પોસ્ટ મોર્ટમની માંગ કરી જ્યાં સુધી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ના આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

પોલીસ મથકમાં રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલા મહેન્દ્રભાઈના ભત્રીજા નિલેશભાઈ સોલંકીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સવારે 8:30 વાગે મારા ફોઈ જશોદાબેન નો ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે, તારા ફૂવા ને બાજવા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેથી તું જલ્દી આવ. જેથી હું હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. જ્યાં મારા ફુવા નું મૃત્યુ થયું જાણ થઇ હતી. આ અંગે પોલીસને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તેમનું એટેક આવવાથી અવસાન થયું છે.

જોકે અમે મૃતદેહ પર તપાસ કરતા મારા ફુવાની છાતી માં અને હાથમાં દંડા વાગેલાના ઉભા નિશાન જણાઈ આવ્યા હતા. જેથી મોંત નું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ ને જણાવતા પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલમાં પેનલ પીએમ કરાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જ્યાં સુધી પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી અમે અમારા ફૂવા નો મૃતદેહ સ્વીકારીશું નહીં. અમારી માંગણી છે કે અમારા ફૂવાના મોત માટે જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહીત ACP બકુલ ચૌધરીને થતા તુરત જ પોલીસ કાફલો જવાહરનગર પોલીસ મથકે દોડી ગયા હતા. પોલીસ મથકમાંથી પ્રાથમિક વિગતો મેળવી મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢીયારના મોત નું ચોક્કસ જાણવા તપાસનો દોર શરૂ કર્યો છે. અત્રે જવાહરનગર પોલીસ દ્વારા મહેન્દ્રભાઈનું મોત આકસ્મિક રીતે થયા અંગેના કાગળો તૈયાર કરી કાર્યવાહી હાથધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud