વડોદરા (Vadodara) દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલ (Court premises) નજીક ખુલ્લા મેદાનમાં ચાલી રહીં હતી દારૂની મહેફિલ
ખુલ્લા મેદાનમાં દારૂની મહેફિલ પર ગોત્રી પોલીસ બીન બુલાયે મહેમાનની જેમ ત્રાટકી
ખુલ્લા મેદાનમાં 6 લોકો માણી રહ્યાં હતા દારૂની મહેફિલ
[caption id="attachment_1223598" align="aligncenter" width="1280"] દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા 6 નબીરા[/caption]
WatchGujarat. ગુજરાત (Gujarat) નહિં પણ રાજ્યના તમામ શહેર-જિલ્લામાં દારૂ તો મળે જ છે. સરકાર પ્રોહિબીશનનો કાયદો કેટલો પણ કડક કરે પરંતુ બુટલેગરો અને દારૂના રસીયાઓ દારૂ ગમે તે મેળવી જ લે છે. જેનુ ઉત્તમ ઉદાહરણ આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં વડોદરા કોર્ટ (Vadodara Court) સંકુલ નજીક ખુલ્લા મેદાનમાં 6 યુવકો દારૂની મહેફિલ માણી રહ્યાં હતા. જેમાં મિત્રની બર્થડે હોવાથી દારૂની મહેફિલ યોજવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે. ગોત્રી પોલીસે આ મામલે 6 લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, શહેરના દિવાળીપુરા સ્થિત નવી કોર્ટ સંકુલ નજીક ખુલ્લા મેદાનમાં કેટલાક શખ્સો રાત્રી કર્ફ્યુ દરમિયાન દારૂની મહેફિલ માણી રહ્યાં હોવાની જાણકારી પોલીસને મળી હતી. જેના પરિણામે ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગુપ્ત રાહે ખુલ્લા મેદાનમાં ચાલી રહેલી દારૂની મેહફિલ પર ત્રટક્યો હતો.
બીનબુલાયે મહેમાનની જેમાં ત્રાટકેલી પોલીસને જોઇ મહેફિલ માણી રહેલા તમામ ચોંકી ઉઠ્યાં હતા. જોકે પોલીસે સ્થળ પરથી મેહફિલ માણી રહેલા 6 લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ કે, દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા 6 પૈકી એક મિત્રનો બર્થડે (Birthday Party) હોવાથી દારૂ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતુ.
બનાવને પગલે ગોત્રી પોલીસે રાજીવકુમાર રાકુમાર સોની, ભાર્ગવ જગદીશભાઇ પટેલ, નિશાંત વિનોદભઆઇ પટેલ, વિશાલ પટેલ, હિતેશ માળી અને ભાવીન અમરભાઇ લીમ્બાચીયાની પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.