વડોદરા સહિત રાજ્યમાં કોરોના મહામારીએ પહેલી અને બીજી વેવમાં ભારે મુશ્કેલી સર્જી હતી
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને ફિમેલ હેલ્થ વર્કર તરીકે કામ કરતા શિલ્પાબેન વેગડ તેમની 7 મહિનાની બાળકીને પોતાના કામના સ્થળે સાથે જ રાખીને પોતાની ફરજ નિભાવે છે
કોરોના મહામારી કાળમાં અગાઉ જ્યારે હું સગર્ભા હતી ત્યારે 7 મા મહિના સુધી મને સોંપવામાં આવેલી ફરજો નિભાવી હતી. – શિલ્પાબહેન વેગડ
શિલ્પાબહેનના પતિ આર્મીમાં છે, અને હાલ જમ્મુ કાશ્મીરમાં ડ્યુટી પર તૈનાત છે
હું અને મારા પતિ પોતાની ક્ષમતા અનુસાર દેશ સેવા કરી રહ્યા છે – શિલ્પા બહેન
[caption id="attachment_1225313" align="aligncenter" width="1280"] નર્સ શિલ્પા બહેન વેગડ અને તેમની પુત્રી ક્રિસ્ટલ[/caption]
પાર્થ બી. પંડ્યા. વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં રહેતી એક નર્સ કોરોના કાળ દરમિયાન સગર્ભા હોવા છતાં તેણે 7 મહિના સુધી અલગ અલગ કામગીરી નિભાવી હતી. ડિલીવરી બાદ નર્સ પોતાની સાડા ત્રણ મહિનાની બાળકીને સાથે રાખીને વેક્સીનેશનની કામગીરીમાં જોડાઇ હતી. નર્સે જણાવ્યું કે, વડોદરામાં તમામ લોકોને જલ્દીથી વેક્સીન પહોંચે તેવા પ્રયાસોમાં મારૂ યોગદાન આપી રહી છું.
ફરજ અને માતૃધર્મ નિભાવતી નર્સ અનેક લોકો માટે પ્રેરણા સમાન છે
વડોદરા સહિત રાજ્યમાં કોરોના મહામારીએ પહેલી અને બીજી વેવમાં ભારે મુશ્કેલી સર્જી હતી. હાલ સરકાર અને તબિબોના પ્રયાસોથી કોરોનાની બીજી ઘાતક વેવ પર નિયંત્રણ મેળવી શકાયું છે. અને સરકાર ધીરે ધીરે આંશિક લોકડાઉનના નિયમોને હળવા કરી રહી છે. ત્યારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને ફિમેલ હેલ્થ વર્કર તરીકે કામ કરતા શિલ્પાબેન વેગડ તેમની 7 મહિનાની બાળકીને પોતાના કામના સ્થળે સાથે જ રાખીને પોતાની ફરજ બજાવે છે. ફરજ અને માતૃધર્મ નિભાવતી નર્સ અનેક લોકો માટે પ્રેરણા સમાન છે.
કોરોના મહામારી કાળમાં પ્રેગનેન્સીના 7 મા મહિના સુધી સોંપવામાં આવેલી ફરજો નિભાવી
શિલ્પાબહેન વેગડે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની રસી ખુબ જ અસરકારક છે. શહેરના તમામ લોકો સુધી કોરોનાની વેક્સીન પહોંચે તેવા પ્રયાસોના ભાગરૂપે હું મારી 7 મહિનાની બાળકીને સાથે રાખીને વેક્સીનેશનની કામગીરી કરી રહી છું. કોરોના મહામારી કાળમાં અગાઉ જ્યારે હું સગર્ભા હતી ત્યારે 7 મા મહિના સુધી મને સોંપવામાં આવેલી ફરજો નિભાવી હતી. ત્યાર બાદ મારી બાળકી સાડા ત્રણ મહિનાની થઇ ત્યારથી મેં વેક્સીનેશનની કામગીરી શરૂ કરી હતી. ત્યારથી મારી બાળકીને સાથે રાખીને કામગીરી કરી રહી છું.
પતિ સરહદે તૈનાત છે, અહિંયા એકલે હાથે નર્સ પરિવાર અને બાળકીની જવાબદારી નિભાવે છે
શિલ્પાબહેને કહ્યું કે, મારા લગ્ન કિશોરભાઇ મકવાણા સાથે થયા છે. મારા પતિ ભારતીય આર્મીમાં છે. અને હાલ જમ્મુ – કાશ્મીર ખાતે દેશની સરહદોની સેવા કરી રહ્યા છે. અહિંયા હું એકલી રહું છું. એકલા હાથે ઘર, બાળક અને નોકરી સંભાળી રહી છું. અગાઉ ડીલીવરી સમયે મારા પરિવારજનો મારી સાથે હતા. પછી લોકોને પોત પોતાના કામ હોવાથી તેઓ જતા રહ્યા હતા.
વેક્સીનેશન સેન્ટર પર જ હાજર લોકો મારી બાળકીને સાચવવામાં કોઇ પ્રકારે મદદ કરતા હોય છે
શિલ્પાબહેને વધુમાં કહ્યું કે, મારી દિકરીનું નામ ક્રિસ્ટલ છે. ક્રિસ્ટલ આમ તો મારા વગર નથી રહેતી. પરંતુ ક્યારેક આસ પડોસ વાળા પણ મારી દિકરીને સાચવે અને હું કામ કરતી હોઉં તેવું પણ બન્યું છે. જો તેવું શક્ય ન હોય ત્યારે વેક્સીનેશન સેન્ટર પર જ હાજર લોકો મારી બાળકીને સાચવવામાં કોઇ પ્રકારે મદદ કરતા હોય છે. જેને કારણે મારો સમય સારી રીતે નિકળી જાય છે. અને બાળકીને સાચવવાની સાથે સાથે નોકરી પણ સચવાઇ જાય છે.
હું અને મારા પતિ પોતાની ક્ષમતા અનુસાર દેશ સેવા કરી રહ્યા છે - શિલ્પાબહેન
શિલ્પાબહેને ઉમેર્યું કે, એકલે હાથે બધું સાચવવું મુશ્કેલી ભર્યું કામ તો છે. પરંતુ હું માં છું અને બધું કોઇના ભરોસે ન મુકી શકું. મારા ઘરના તમામ કામથી લઇને બાળકની જવાબદારી હાલ એકલે હાથે નિભાવી રહી છું. મારા પતિની રજાઓ અનિયમીત હોય છે. એક વાતનું ગર્વ છે કે, હું અને મારા પતિ પોતાની ક્ષમતા અનુસાર દેશ સેવા કરી રહ્યા છે. મારા પતિ બોર્ડરની સુરક્ષા સુનિશ્ચિત કરવાની કામગીરીમાં જોડાયેલા છે. અને હું શહેરના તમામ લોકોનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાની કામગીરીમાં જોડાયેલી છું.