• નળ સરોવરના નાના ભાઈ જેવા વઢવાણા જળાશય ખાતે મહેમાન પક્ષીઓની ગણતરી કરાશે
  • 1લી જાન્યુઆરીએ પ્રવાસીઓ માટે વઢવાણા ખાતે પ્રવેશ બંધ
  • જે રીતે ઘરમાં લગ્ન કે અન્ય પ્રસંગોની બહેતર વ્યવસ્થાઓ માટે આમંત્રિત મહેમાનોની યાદી બનાવવી જરૂરી છે એ રીતે પક્ષીતીર્થમાં આવતા પાંખાળા મહેમાનોની વધુ સારી કાળજી લઈ શકાય એ માટે પક્ષી ગણતરી જરૂરી

#Vadodara - શુક્રવારે વઢવાણા જળાશના સમગ્ર વિસ્તારને ૧૩ ઝોનમાં વહેંચીને પક્ષી ગણના કરાશે

WatchGujarat લગ્ન અને પારિવારિક પ્રસંગો એ મહેમાનોને વધુ સારી સુવિધા આપી શકાય એ માટે મહેમાનોની યાદી બનાવવામાં આવે છે. કોઈક આવી જ વિચારધારાને અનુસરીને સમયાંતરે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની અને પક્ષી તીર્થો ખાતે મહેમાન બનતા દેશી વિદેશી પક્ષીઓની,વિવિધ માપદંડોને અનુસરીને અને બહુધા વિવિધ સાધનો દ્વારા ટોળામાં ઉડતા પક્ષીઓની સંખ્યાનો નિરીક્ષણ દ્વારા અંદાજ બાંધીને ગણતરી કરવામાં આવે છે.આ પ્રકારનો વ્યાયામ આવા કુદરતી સ્થળો ખાતે પક્ષીઓ અને પ્રાણીઓ માટે બહેતર વ્યવસ્થાઓ કરવામાં, તેમના રક્ષણ અને સંવર્ધનની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં ઉપયોગી નીવડે છે.#Vadodara

#Vadodara - શુક્રવારે વઢવાણા જળાશના સમગ્ર વિસ્તારને ૧૩ ઝોનમાં વહેંચીને પક્ષી ગણના કરાશે

 

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં,વડોદરાથી અંદાજે 50 કિમીના અંતરે આવેલા અને મહારાજા સયાજીરાવે બંધાવેલા શતાયુ વઢવાણા જળાશય ખાતે વન્ય જીવ વિભાગ,વડોદરાએ નાયબ વન સંરક્ષક બી.આર.વાઘેલાના માર્ગદર્શન અને બર્ડમેન સલીમ અલી સાહેબ સ્થાપિત બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના ટેકનિકલ સપોર્ટ અને એમ એસ યુનિવર્સીટીના સહયોગથી આ વર્ષના શિયાળામાં મહેમાન બનેલા પંખાળા દેવદૂતોની ગણતરી માંડવાનું , સન 2021 ના પ્રથમ દિવસે, શુક્રવારના રોજ આયોજન કર્યું છે. #Vadodara

#Vadodara - શુક્રવારે વઢવાણા જળાશના સમગ્ર વિસ્તારને ૧૩ ઝોનમાં વહેંચીને પક્ષી ગણના કરાશે

ભારત સરકારે ઠરાવેલા કૉવિડ પ્રોટોકોલને અનુસરીને પક્ષી ગણતરીનો આ નવો અનુભવ અન્ય રીતે પણ ઉપયોગી બની રહેશે.તેના કામમાં પક્ષી અને વન્ય પ્રાણીઓને સમર્પિત ફોટોગ્રાફરો અને બર્ડ વોચર્સ હરહંમેશની જેમ સહયોગ આપી રહ્યાં છે. આ કામગીરી ને અનુલક્ષીને આવતીકાલ તા.1લી જાન્યુઆરી ના રોજ પ્રવાસીઓ માટે પક્ષી દર્શન બંધ રાખવામાં આવ્યું છે. જેની નોંધ લઇને સહુ સહયોગ આપે એવો અનુરોધ નાયબ વન સંરક્ષક દ્વારા કરવામાં આવ્યો છે#Vadodara

વન્ય જીવ વિભાગ, વડોદરા દ્વારા પક્ષી ગણતરીની વ્યવસ્થાઓ અને પૂર્વ તૈયારીઓ પર પ્રકાશ પાડતા બી.એન.એચ.એસ.ના સાયંટીસ્ટ ડો.ભાવિક પટેલે જણાવ્યું કે આ વર્ષે કૉવિડ ગાઈડ લાઈનના પાલન હેઠળ આગોતરા ફોર્મ ભરાવીને આ કામનો ખૂબ સારો અનુભવ ધરાવતા હોય એવા લોકોની અને શક્ય તેટલી મર્યાદિત સંખ્યામાં પસંદગી વન્ય જીવ વિભાગ વડોદરા દ્વારા કરવામાં આવી છે અને અન્ય જરૂરી વ્યવસ્થાની સાથે સોશીયલ ડિસ્ટન્સના નિયમો પાળીને આ કામગીરી કરવાનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

#Vadodara - શુક્રવારે વઢવાણા જળાશના સમગ્ર વિસ્તારને ૧૩ ઝોનમાં વહેંચીને પક્ષી ગણના કરાશે

વન વિભાગના આયોજન પ્રમાણે સમગ્ર જળાશય અને પરિસર વિસ્તારને પહેલા 11 ઝોનમાં વહેંચીને પંખી ગણના થતી હતી. આ વખતે 13 ઝોનમાં 13 ટીમો પક્ષી નિરીક્ષણ અને ગણતરી કરશે. પ્રત્યેક ટીમ માં એક સ્વયંસેવક અને 3 વન કર્મી રાખવામાં આવશે.દૂર નિરીક્ષણ યંત્રો જેવા સાધનો ઉપયોગમાં લેવામાં આવશે.સવાર અને સાંજના બે સત્રોમા ગણતરી કરશે જેના માટે પ્રત્યેક ટુકડી બે જુદાં જુદાં ફોર્મસ નો ઉપયોગ કરશે.ગણતરી નો નિષ્કર્ષ ઝડપ થી અને સચોટ મળે તે માટે ત્વરિત ડેટા એન્ટ્રી શક્ય બને એની કાળજી લેવામાં આવશે.#Vadodara

ધુમ્મસ વધુ ના હોય તો આ કામગીરી સવારે 8 વાગ્યે અને અન્યથા સાડા આઠ વાગે શરૂ કરવાનું આયોજન છે. કાર્યકારી મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઉલજી અને આર.એફ.ઓ. ખત્રીના સંકલન હેઠળ વન કર્મચારીઓ યોગદાન આપશે. ડાંગરની ખેતીને પોષતું વઢવાણા એના દલદલિય પરિસરને લીધે ગુજરાતના ખૂબ જૂજ વેટલેન્ડ માં સ્થાન પામ્યું છે જેનું સરનામું મેળવીને અસંખ્ય પક્ષીઓ દૂર દેશાવરથી દર વર્ષે અહીં આવે છે. નળ સરોવરના નાના ભાઈ જેવા મધ્ય ગુજરાતના આ પક્ષી તીર્થની જાળવણી એ આપણા સહુની ફરજ છે.

More #Friday #the entire #area #wadhwana #reservoir #13zones #birds # counted #Vadodara #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud