આંશિક લોકડાઉન ખુલતાની સાથે જ હવે ગુનેગારોની હિંમત ખુલી હોય તેવું જોવા મળી રહ્યું છે.
ગુરૂવારે વડોદરા જિલ્લાના પાદરા ખાતેથી નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની ટીમને મોટી સફળતા મળી
ડ્રગ્સની સાથે અટકાયત કરાયેલા લોકો પાસેથી મોટી માત્રામાં રોકડ રૂપિયા મળી આવ્યા હોવાની પ્રાથમિક માહીતી
[caption id="attachment_1223294" align="aligncenter" width="1280"] Gujarat, NCB Raid in Padra[/caption]
Watchgujarat. વડોદરા (Vadodara) નજીક આવેલા પાદરામાંથી (Padra) એમ.ડી ડ્રગ્સનો (MD Drugs) મોટો જથ્થો પકડી પાડવામાં નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની ટીમને સફળતા મળી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે મોટી સંખ્યામાં રોકડ રકમ પણ મળી આવી છે. હાલ એન.સી.બી.ના કર્મીઓ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
https://youtu.be/LI2lN8WDBd0
આંશિક લોકડાઉન ખુલતાની સાથે જ હવે ગુનેગારોની હિંમત ખુલી હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુરૂવારે વડોદરા જિલ્લાના પાદરા ખાતેથી નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની ટીમને મોટી સફળતા મળી છે. એન.સી.બી.ની ટીમ પાદરા જકાતનાકા પાસે વોચમાં હતી. સમગ્ર ઘટના અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, પાદરા જકાતનાકા પાસેથી એનસીબીને મોટી માત્રામાં એમ.ડી ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી છે. એટલું જ નહિ એમ.ડી. ડ્રગ્સ સાથે અટકાયત કરવામાં આવેલા લોકો પાસેથી મોટી સંખ્યામાં રોકડ રકમ પણ મળી આવી છે.
હાલ પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, સમગ્ર મામલે એનસીબી (NCB) દ્વારા 2 મહિલા સહિત 6 લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી 1 કિલો જેટલી માત્રામાં એમ.ડી ડ્રગ્સ રીકવર કરવામાં આવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં (International Market) કિંમત કરોડો રૂપિયા જેટલી થવા પામે છે. આરોપીઓ દ્વારા મોટી માત્રામાં ડ્રગ્સનો (Drugs) જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તેને ત્યાં લઇ જવાનો હતો સહિતના મામલે આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. મામલાની વધુ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. શહેર – જિલ્લામાં નશાના કારોબારનો પગ પેંસારો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. એનસીબી દ્વારા સમયાંતરે કાર્યવાહી છતાં પણ ડ્રગ્સના કારોબાર પર રોક લાગી શકતી નથી.
Gujarat, NCB Raid in Padra