• કોરોનાની સ્થિતીને લઇને રાજ્ય સરકારે બોર્ડની એક્ઝામમાં માસ પ્રમોશન આપવાનો નિર્ણય જાહેર કર્યો
  • બાળકોના વધઘુ અભ્યાસ માટે માતા – પિતાએ જરૂરી અભ્યાસ કર્યા બાદ જ નિર્ણય લેવો જરૂરી હોવાનો એક્સપર્ટનો મત
  • બાળકો તથા તેમના માતા – પિતાએ ખાસ કરીને બોર્ડ પછીના વધુ અભ્યાસને લઇને દેખા દેખી અથવા તો સ્પર્ધાથી અલગ રહીને વ્યવહારૂતા દાખવીને નિર્ણય લેવો – નિમિષ ગોપાલ, ફાઉન્ડર – કરીયર નક્શા
  • બાળકનું સાયકો મેટ્રીક એનાલીસીસ કરીને તેની પસંદ – નાપસંદનો વૈજ્ઞાનિક ઢબે રિપોર્ટ મેળવી શકાય

Watchgujarat. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને બોર્ડમાં માસ પ્રમોશનની જાહેરાત કરી દીધી છે. અને ગત રોજ ઘો – 10 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે એક્સપર્ટના મતે ધો – 10 પછી આગળ કોઇ પણ અભ્યાસક્રમ અથવા કોલેજની પસંદગી કરતા પહેલા તેના વિશે અનેક માહિતી એકત્ર કરી લેવી જરૂરી છે. જો તેમ કરવામાં નહિ આવે તો પાછળથી પછતાવવાનો વારો આવી શકે છે.

દેખાદેખી અથવાતો સ્પર્ધાથી પ્રેરાઇને બાળકોના ભવિષ્યનો નિર્ણય કરવામાં આવે તો જોખમી સાબિત થઇ શકે

Careernaksha ના ફાઉન્ડર નિમિશ ગોપાલે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, કોરોનાની સ્થિતીના કારણે રાજ્ય સરકારે બોર્ડની એક્ઝામમાં માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. જેમાં ગત રોજ ધો – 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બાળકો તથા તેમના માતા – પિતાએ ખાસ કરીને બોર્ડ પછીના વધુ અભ્યાસને લઇને દેખા દેખી અથવા તો સ્પર્ધાથી અલગ રહીને વ્યવહારૂતા દાખવીને નિર્ણય લેવો જોઇએ. જો દેખાદેખી અથવાતો સ્પર્ધાથી પ્રેરાઇને બાળકોના ભવિષ્યનો નિર્ણય કરવામાં આવે તો જોખમી સાબિત થઇ શકે છે.

બાળકોની સ્કિલ અને ઇન્ટરેસ્ટના આધારે જ આગળનો અભ્યાસ નક્કી કરવો જોઇએ

નિમિષ ગોપાલે વધુમાં જણાવ્યું કે, હવે ઇન્ટરનેટના જમાનામાં બાળકોની સમજવાની શક્તિ અલગ અલગ રીતે વિકસી રહી છે. વિદ્યાર્થીઓ પાસે કરીયરમાં અગાઉની સરખામણીએ વધારે સારા વિકલ્પ ઉપલબ્ધ છે. તેવા સમયે બાળકોની સ્કિલ અને ઇન્ટરેસ્ટના આધારે જ આગળનો અભ્યાસ નક્કી કરવો જોઇએ. તેની સાથે વિદ્યાર્થી જે પણ કોર્ષમાં એડમિશન લેવા જઇ રહ્યો હોય તેવી સંપુર્ણ માહિતી મેળવી લેવી જોઇએ.

અભ્યાસક્રમ ને લઇને માતા પિતા અને બાળકો વચ્ચે જરૂરી સંવાદ થવો જોઇએ

નિમિષ ગોપાલે ઉમેર્યું કે, કોઇ પણ કોર્ષમાં એડમિશન લેતા પહેલા તેના અભ્યાસ ક્રમ વિષે પુરતી માહિતી લઇ લેવી જોઇએ. અભ્યાસક્રમ ને લઇને માતા પિતા અને બાળકો વચ્ચે જરૂરી સંવાદ થવો જોઇએ. એટલું જ નહિ જરૂર પડ્યે કરીયર કાઉન્સિલરની મદદ પણ લઇ શકાય છે. એડમીશન લેતા પહેલા જો આ પ્રકારે તમામ પાસાઓને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવે તો વિદ્યાર્થીનું ભવિષ્ય વધારે ઉજળું થઇ શકે છે.

બાળકોના ભવિષ્ય માટે વધારે સચોટ નિર્ણય લેવામાં સાયકોમેટ્રીક ટેસ્ટ ઉપયોગી

નિમિષ ગોપાલે વધુમાં ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીના માતા – પિતા વધારે ચોક્સાઇ પુર્વક બાળકોને શિક્ષણને લગતા નિર્ણયો લેવા માંગતા હોય તો તેઓએ સાયકોમેટ્રીક ટેસ્ટ કરાવવો જોઇએ. સાયકો મેટ્રીક ટેસ્ટને દુનિયાભરમાં સ્વિકારમાં આવ્યો છે. બાળકનું સાયકો મેટ્રીક એનાલીસીસ કરીને તેની પસંદ – નાપસંદનો વૈજ્ઞાનિક ઢબે રિપોર્ટ મેળવી શકાય છે. આમ કરવાથી બાળકોના ભવિષ્ય માટે વધારે સચોટ નિર્ણય લેવામાં માતા – પિતાને મદદ મળે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud