• વડોદરા મધ્યગુજરાતમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે
  • હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. પરંતુ સ્થિતી એવી છે કે, વાદળો જે રીતે ઘેરાય છે તેવી રીતે વરસતા નથી
  • વડોદરાથી 46 કિમી દુર આવેલા શક્તિપીઠ પાવાગઢના નરી આંખે દેખાતા ભક્તોમાં ઉત્સાહ
  • અગાઉ લોકડાઉન ટાણે પાવાગઢ નરી આંખે જોઇ શકાતું હતું
crystal clear view of Pavagadh hills from Vadodara

WatchGujarat. વડોદરા નજીક આવેલા પાવાગઢ પર્વત પર મહાકાળી માતાજી બિરાજમાન છે. પાવાગઢને શક્તિપીઠ તરીકે ગણવામાં આવે છે. હાલ વડોદરાનું વાતાવરણ એ હદે સ્વચ્છ છે કે વડોદરામાંથી શક્તિપીઠ પાવાગઢ જોઇ શકાય છે.

વડોદરા મધ્યગુજરાતમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. વડોદરા તથા આસપાસ મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે. અને મધ્યગુજરાતમાં સૌથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ પણ વડોદરામાં જ આવેલી છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. પરંતુ સ્થિતી એવી છે કે, વાદળો જે રીતે ઘેરાય છે તેવી રીતે વરસતા નથી. છેલ્લા કેટલાય દિવસથી વડોદરામાં વાદળ છાયું વાતાવરણ જોવા મળતું હતું. જેને લઇને શહેરવાસીઓને વરસાદ વરસસે તેવી આશા હતી. જો કે, વરસાદ વરસ્યો તો ખરો પરંતુ જોઇએ તેવો નહિ.

crystal clear view of Pavagadh hills from Vadodara

આજ સવારથી જ વાતાવરણ સ્વચ્છ જોવા મળતું હતું. આજે વરસાદ વરસે તેવી શક્તા ઓછી જોવા મળી રહી હતી. બપોર બાદ તો શહેરનું વાતાવરણ એ હદે સ્વચ્છ હતું કે, વડોદરાથી 54 કિમી દુર આવેલા શક્તિપીઠ પાવાગઢના નરી આંખો જોઇ શકાતું હતું. વડોદરા તથા આસપાસના લોકો મહાકાળી માતાજીમાં વિશેષ આસ્થા ધરાવે છે. પાવાગઢ શક્તિ પીઠ પર દર્શનાર્થે જવા માટે રજાના દિવસે અને નવરાત્રીમાં ભાવિક ભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે.

જો કે, વડોદરામાંથી પાવાગઢ દેખાવું તે કોઇ સામાન્ય વાત નથી. અગાઉ કોરોનાની સ્થિતીમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે ઔદ્યોગિક એકમો અને વાહનોના વપરાશમાં ભારે ઘટાડો નોંધવામાં આવ્યો હતો. જેને લઇને વડોદરાનું વાતાવરણ સ્વચ્છ બન્યું હતું. ત્યારે વડોદરામાંથી પાવાગઢના નરી આંખે જોઇ શકાય તેવી સ્થિતીનું સર્જન થયું હતું. અને ત્યાર બાદ આજે ફરી એ સ્થિતીનું સર્જન થતા માઇ ભક્તોમાં હર્ષની લાગણી વ્યાપી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud