• સમગ્ર વિશ્વમાં વિજ્ઞાનની બોલબાલા છે
  • વિજ્ઞાનના યુગમાં શ્રદ્ધા અને આસ્થાના કારણે અચરજ પમાડે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે
  • વડોદરા જિલ્લામાં આવેલા બિલ ગામમાં એક લીમડાના ઝાડ પરથી સફેદ કલરનું પ્રવાહી (દુધ જેવું દેખાતું) પડતું હોવાની વાત વાયુવેગે સ્થાનિક વિસ્તારમાં પ્રસરી
  • ટ્રાફીક જામ થતા પોલીસને જાણ કરાઇ, સ્ટાફે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતી પર કાબુ મેળવ્યો

Watchgujaarat. આપણે વિજ્ઞાનના યુગમાં જીવી રહ્યા છે. પરંતુ આજના સમયમાં પણ શ્રદ્ધાને કારણે અનેક ચમત્કારીક ઘટનાઓ સામે આવતી હોય છે. જેને લઇને એક તબક્કે વિજ્ઞાન પર પણ આશ્ચર્ચ થઇ શકે છે. રવિવારે વડોદરાના બિલ ગામ નજીક એક લીમડાના ઝાડમાંથી સફેદ કલરનું પ્રવાહી (દુધ જેવું દેખાતું) પડતું હોવાની વાત વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ થતા તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

સમગ્ર વિશ્વમાં વિજ્ઞાનની બોલબાલા છે. કોરોના કાળમાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે વિશ્વભરમાં મોટી જાનહાની થતી અટકાવી શકવામાં સફળતા મળી હતી. વિજ્ઞાનના યુગમાં શ્રદ્ધા અને આસ્થાના કારણે અચરજ પમાડે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. જેના પરિણામો જોતા એક તબક્કે વિજ્ઞાન સામે સવાલો ઉઠે તેવી સ્થિતીનું નિર્માણ થતું હોય છે.

રવિવારે વડોદરા જિલ્લામાં આવેલા બિલ ગામમાં એક લીમડાના ઝાડ પરથી સફેદ કલરનું પ્રવાહી (દુધ જેવું દેખાતું) પડતું હોવાની વાત વાયુવેગે સ્થાનિક વિસ્તારમાં પ્રસરી હતી. જેને લઇને કોઇ ચમત્કારીક ઘટના સામે આવી હોય તેવો અહેસાસ લોકોને થયો હતો. અને લીમડાના ઝાડમાંથી સફેદ કલરનું પ્રવાહી (દુધ જેવું દેખાતું) પડતું જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. લોકો એકત્ર થતા રસ્તા પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફીક જામ થતા રાહદારીએ આ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. જાણ થતાની સાથે જ પોલીસના જવાનો સ્થળ પર દોડી ગયા હતા. અને સ્થિતી પર કાબુ મેળવવાનો શરૂ કરી દીધો હતો.

ટ્રાફિક જામમાં એક ટેમ્પો અને ટુ વ્હીલર વચ્ચે સામાન્ય અકસ્માતની ઘટના પણ થઇ હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. લોકોમાં લીમડાના ઝાડમાંથી નિકળતા સફેદ કલરના પ્રવાહી (દુધ જેવા દેખાતા) ને જોવા માટે ભારે કુતુહલ હતું. જો કે, સફેદ કલરનું પ્રવાહી (દુધ જેવું દેખાતું) નિકળતું હતું તે વાત કેટલી સાચી છે તે અંગે કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી ન હતી. પરંતુ અચાનક કોઇ ચમત્કારીક ઘટના થઇ હોય તેવી જાણ થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. બાળકોથી લઇને વૃદ્ધો સુધીના તમામ લોકો લીમડા નજીક પહોંચીને ઘટનાને નિહાળવાના પ્રયત્નો કરતો નજરે પડ્યા હતા.

જાણકારના મતે, વનસ્પતિ શાસ્ત્ર માં આવી ઘટનાને રસાયણીક ક્રિયા તરીકે વર્ણવવામાં આવી છે. જેમાં લીમડા ના વૃક્ષ માંથી તરલ પદાર્થ નીકળે તેને જીઓલોજીકલ ડીસઓર્ડરની બીમારી તરીકે ગણવામાં આવે છે. લીમડાના થડ માંથી સફેદ દૂધ જેવું પ્રવાહી નીકળે છે. જે  ચાર -પાંચ દિવસ બાદ બંધ થઇ જાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud