• વડોદરા સહિત રાજ્યમાં કોરોનાની બીજી વેવ પર નિયંત્રણ મેળવ્યા બાદ રાજ્ય સરકારે ધીરે ધીરે આંશિક લોકડાઉનની નિયમો હળવા કર્યા
  • કોરોનાની ત્રીજી વેવને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેક્સીનેશન ડ્રાઇવ સઘન બનાવવામાં આવી રહી છે
  • કોરોનાની બીજી વેવ નિયંત્રણમાં આવ્યા બાદ લોકોની બેદરકારી અવાર નવાર સામે આવી રહી છે
  • આટલી મોટી સંખ્યામાં એક સાથે લોકોનું એકત્ર થવું અન્યના જીવને જોખમ ઉભું કરી શકે તેમ છે

Watchgujarat. રવિવારની રજા અને વરસાદી માહોલ વચ્ચે વડોદરા નજીક આવેલા સિંધરોટના ચેકડેમ પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જેને લઇને કોરોનાની ત્રીજી વેવની દસ્તકની ઘડીઓ વચ્ચે લોકોની વધુ એક વખત બેદરકારી સામે આવી હતી. જો લોકો નહિ સુધરે તો કોરોના ફરી એક વખત માથું ઉંચકી શકે છે. કોરોનાની બીજી વેવ કાબુમાં આવ્યા બાદ બેકાબુ લોકોએ પોતાની જાત પર લગામ કસવાની તાતી જરૂર છે.

વડોદરા સહિત રાજ્યમાં કોરોનાની બીજી વેવ પર નિયંત્રણ મેળવ્યા બાદ રાજ્ય સરકારે ધીરે ધીરે આંશિક લોકડાઉનની નિયમો હળવા કર્યા હતા. પરંતુ નિયમો હળવા થતા જ લોકો બેકાબુ બની રહ્યા છે. અને એટલું જ નહિ પરંતુ જાણી જોઇને હરવા ફરવાની જગ્યાઓ પર રજાના દિવસે ભીડનો હિસ્સો બની રહ્યા છે. કોરોનાની ત્રીજી વેવને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેક્સીનેશન ડ્રાઇવ સઘન બનાવવામાં આવી રહી છે. તેની સાથે લોકો તકેદારી રાખે તે માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. પરંતુ લોકો છે કે સમજવાનું નામ નથી લેતા.

વડોદરામાં રવિવારની રજા અને વરસાદ વચ્ચે પણ લોકો ઘરમાં રહેવાની જગ્યાએ સિંધરોટ ખાતે આવેલા ચેકડેમમાં પહોંચ્યા હતા. અને માહોલની મજા માણતા જોવા મળ્યા હતા. કોરોનાની બીજી વેવ નિયંત્રણમાં આવ્યા બાદ લોકોની બેદરકારી અવાર નવાર સામે આવી રહી છે. આટલી મોટી સંખ્યામાં એક સાથે લોકોનું એકત્ર થવું અન્યના જીવને જોખમ ઉભું કરી શકે તેમ છે. લોકો બેફિકર બનીને જાણે કોરોના જતો જ રહ્યો છે તેવું વર્તન કરી રહ્યા છે. જે જોખમી છે.

અત્રે ઉલ્લેખીય છે કે, હાલ કોરોનાના નવા વેરીયન્ટ સામે આવી રહ્યા છે. જેને લઇને સરકાર અને તબિબોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અને બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી વેવને પહોંચી વળવા માટે સરકારી તંત્રએ કમર કરી છે. ત્યારે લોકોએ બેફિકર બનવાની જગ્યાએ વધારે જવાબદાર બનવાની જરૂર છે. જો આવી રીતે લોકો વર્તન કરશે તો આગામી સમય કપરો આવી શકે તેમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud