• વડોદરાના શાસકોના નાગરીકોની સુખાકારી પૂરી પાડવાના દાવાઓ કરતાં હકિકત સાવ જૂદી જોવા મળી રહી છે
  • શહેરના તાંદળજા વિસ્તારના લોકો ના છૂટકે રંગીન પાણી પિવા મજબૂર બન્યા
  • તાંદળજા ઉપરાંત શહેરના અનેક વિસ્તારમાં પાણીની સમસ્યાના વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે
  • વાંરવાર રજૂઆત છતાં તંત્રના આંક આડા કાન, જો તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાગરીકોની આંદોલનની ચીમકી

WatchGujarat. સ્માર્ટ સિટી તરીકે જાણીતા વડોદરા શહેરમાં આજે લોકો ગંદુ પાણી પિવા મજબૂર બન્યા છે. શહેરના શાસકો દ્વારા અનેક વાર દાવા કરવામાં આવે છે કે તેઓ જનતાની સુખાકારી માટે કાર્ય કરે છે. ઉપરાંત શહેરમાં દરેક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. ત્યારે તેમના આ દાવાઓ ખોટા પુરવાર થતા હોય તેવું લાગી રહ્યું છે. તેમના દાવાઓ કરતાં શહેરની જમીની હકીકત સાવ જુદી છે. તમને જણાવી દઈએ કે શહેરના અનેક વિસ્તારોમાં પિવાના પાણીની સમસ્યા વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. કેટલાંક વિસ્તારોમાં તો ઉપયાગ કરવા લાયક પણ પાણી આવતું નથી. સાફ પાણી ન મળતાં લોકો ગંદુ પાણી પિવા મજબૂર બન્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી કાળા રંગનું પાણી આવી રહ્યું છે. જેમાં મધુરમ સોસાયટી, નૂરજહાં પાર્ક, આદિલ પાર્ક તથા વિસ્તારની આસપાસ આવેલા ગામના લોકો ગંદા પાણીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના કારણે ત્યાંના રહેવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે પાણી એ આપણા જીવનની મૂળભૂત જરૂરીયાત છે. ત્યારે તાંદળજા વિસ્તારના લોકો શુદ્ધ પાણીના અભાવે રંગીન પાનીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. રહીશોના જણાવ્યા મુજબ આ અંગે તંત્રમાં અનેક રજૂઆત કરવા છતાં તેનો ઉકેલ લાવવામાં આવતો નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

આ અંગે તાંદળજાના એક સ્થાનિકે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગંદુ અને કાળા રંગનું પાણી આવે છે. જે કોઈ પણ રીતે પીવા લાયક નથી. જ્યારે આ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર અને શહેરના શાસકો હંમેશા લોકો માટે કામગીરી કરી હોવાના દાવા કરતાં હોય છે. ચૂંટણી સમયે પણ સારા કામો કરવાના વાયદા કરવામાં આવે છે. પરંતુ અહિંયા તો પિવાનું સાફ પાણી ઉપલબ્ધ નથી. અમે લોકો પાણીની પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે.

ઉલ્લેખનીય છે કે તાંદળજા વિસ્તારમાં કોકાકોલા જેવા દેખાતું પાણી આવતું હોય છે. જેનો ઉપયોગ કરવાના લીધે નાગરીકોના સ્વાસ્થ્યને પણ નુકશાન પહોંચી રહ્યું છે. ગંદા પાણીનો ઉપયોગ કરવાના કારણે અહીંનાક કેટલાંક લોકો બિમારીનો ભોગ બન્યા છે. મહત્વનું છે કે સ્માર્ટ સીટી તરીકે ઓળખાતા વડોદરામાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. આ ખૂબ જ ચિંતા જનક બાબત છે. કારણ કે આ ગંદુ પાણી પિવાના કારણે નાગરીકોના જીવ પર પણ જોખમ ઊભૂ થાય છે. ઉલ્લેખનીય છે વિસ્તારમાં કોર્પોરેશનનું ગંદુ પાણી આવતું હોવાને કારણે કેટલાંક નાગરિકો બહારથી પૈસા ખર્ચીને પિવાનું પાણી લાવતા હોય છે. જેના કારણે તેમને અનેક મુશ્કેલી વેઠવી પડે છે.

મહત્વનું છે કે ગંદા પાણીની સમસ્યા માત્ર તાંદળજામાં જ નહીં પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ચોમાસાના સમયે જ્યારે બિમારીઓને ભય વધુ રહે છે. ત્યારે ગંદા પાણીના કારણે લોકોનું સ્વાસ્થ્ય વધુ જોખમમાં મુકાય છે. પરંતુ આવા સમયે પોકળ દાવાઓ કરનાર શાસકો ક્યાંક જોવા મળતા નથી તેવું નાગરીકોનું કહેવું છે. લોકોની સુખાકારી માટે કાર્ય કરતા હોવાનો દાવો કરતાં શાસકો આવા સમયે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તંત્રના ધ્યાને આ બાબત આવી હોવા છતાં તેમના દ્વારા પણ કોઈ અસરકાર પગલાં લેવામાં આવતા નથી. જેના કારણે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષની લાગણી વ્યાપી છે. જેમાં તાંદળજાના એક નાગરિકના જણાવ્યાં મુજબ, જો આગામી સમયમાં તંત્ર દ્વારા કોઈ ચોક્સ કાર્યવાહી કરવામાં નહીં, અને આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અહિંના સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud