• વડોદરામાં આવેલા પાદરામાં પ્રમુખ ટાઉન હોલમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
  • કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ભાજપના કાર્યકરો સહિત 12 લોકો લિફ્ટમાં ફસાયા હતા
  • સ્થાનિકો દ્વારા લિફ્ટનો દરવાજો તોડી તમામને બહાર કાઢવામાં આવ્યા
  • ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં કાર્યક્રમ છોડી લોકો નીચે મદદ માટે દોડી આવ્યા

WatchGujarat. આજે વડોદરાના પાદરામાં ભાજપ દ્વારા યોજાયેલા સુશાસન કાર્યક્રમમાં કેટલાંક લોકો ઈમારતની લિફ્ટમાં ફસાયા હતા. જ્યાં સ્થળ પર હાજર લોકો દ્વારા તેમને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં હતા. આ સમયે સ્થળ પર હાજર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ મદદ માટે આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે લિફ્ટનો દરવાજો ન ખુલતા સ્થાનિકો દ્વારા તેને તોડવાના પ્રયાસો કરાયા હતા.

મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા પાદરા ખાતે આવેલા પ્રમુખ ટાઉન હોલમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારના રાજ્યમાં પાંચ વર્ષ પૂર્ણ થતાં સુશાસન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. આ કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ હાજર હતા. જેમાં પાદરા ખાતે કાર્યક્રમના ત્રીજા દિવસે ભાજપના કાર્યકરો સહિત 12 જેટલા લોકો લિફ્ટમાં ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે 12 જેટલા લોકો હોવાના કારણે લિફ્ટ ઓવર લોડ થતા ફસાયા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતાં સ્થળ પર હાજર લોકો અને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. કાર્યક્રમમાં હાજર એમએલએ મધુ શ્રીવાસ્તવ પણ ઘટનાની જાણ થતાં મદદ માટે પહોંચ્યા હતા. લિફ્ટમાં ફસાયેલા લોકોનો બચાવ કરવા માટે સ્થાનિકો દ્વારા તેને તોડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા. જેમાં કેટલાંક લોકોએ લાતો મારીને લિફ્ટનો ડોર તોડવા પ્રયત્ન કર્યા. પરંતુ અનેક પ્રયાસો છતાં તે તૂટ્યો નહતો. આખરે સ્થાનિક લોકો દ્વારા લોખંડના સાધનોનો ઉપયોગ કરીને લિફ્ટનો દરવાજો તોડ્યો હતો. જેમાં લિફ્ટમાં ફસાયેલા લોકોનો બચાવ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ લોકો પ્રમુખ ટાઉન હોલમાં યોજાયેલા અન્ન વિતરણના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં લિફ્ટમાં જતી વખતે તેઓ ફસાયા હતા. લિફ્ટ ઓવર લોડ થતાં 12 જેટલા લોકો તેમાં ફસાઈ ગયા હતા. જે બાદ બંધ લિફ્ટમાં બુમાં બુમ થતાં અન્ય લોકોને તેની જાણ થઈ હતી. જેથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા. મહત્વનું છે કે આ બનાવની જાણ થતાં જ વાઘોડિયા ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમ છોડી લોકો નીચે દોડી આવ્યા હતા. જે બાદ મધુ શ્રીવાસ્તવ પણ મદદ માટે પહોંચ્યા હતા. જોકે તમામ લોકોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud