દારૂની મહેફિલ માણતી 5 યુવતીઓ અને એક યુવકને પોલીસે ઝડપી પાડ્યા હતા
પોલીસે વચનામૃત રેસીડેન્સીના વૈભવી ફ્લેટમાં શનિવારે મોડીરાત્રે દારૂની મહેફિલ ઝડપી પાડી
જે.પી. રોડ પોલીસે મહેફિલમાં પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી
ન્યૂ અલકાપુરી વિસ્તારમાંથી એક મહિના પહેલા દારૂની મહેફિલ ઝડપાઇ હતી
WatchGujarat. શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી વચનામૃત રેસીડેન્સીના વૈભવી ફ્લેટમાં શનિવારે મોડીરાત્રે દારૂની મહેફિલ માણતી 5 મહિલાઓ અને એક યુવકને પોલીસે ઝડપી પાડ્યા હતા. જે.પી. રોડ પોલીસે 5 મહિલા સહિત 6 લોકો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જે.પી. રોડ પોલીસને બાતમી મળી હતી કે, અટલાદરા વિસ્તારમાં આવેલી વચનામૃત રેસીડેન્સીમાં આવેલ ટાવર નંબર 4માં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેને આધારે પોલીસે વચનામૃત રેસીડેન્સીના મકાનમાં રેડ પાડી હતી. પોલીસની રેડ દરમિયાન પોલીસે મકાનનો દરવાજો ખખડાવ્યો હતો અને અંદર પ્રવેશતા જ દારૂની મહેફિલ ચાલતી જોવા મળી હતી. જેમાં દારૂની મહેફિલ માણી રહેલી 5 યુવતીઓ અને એક યુવકને પોલીસે ઝડપી પાડ્યા હતા.
પોલીસે દારૂની મહેફિલ માણી રહેલી 5 મહિલાઓ સહિત 6 લોકોની તપાસ કરતા ઝડપાયેલા તમામ લોકો દારૂની સેવન કરેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે દારુની 4 બોટલ પણ કબ્જે કરી હતી. જે.પી. રોડ પોલીસે 5 મહિલાઓ અને 1 યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.
દારૂની મહેફિલમાં આ નબીરા સામેલ થયા હતા.
દીપ્તિ પરસોતમભાઇ વૈધ્ય (રહે, વયનામૃત રેસીડેન્સી, અટલાદરા)
માયા કરણભાઇ પટેલ (રહે, ઈન્દીરાનગર, મકરપુરા)
તોરલ રમેશભાઈ પરમાર(રહે, ધનલક્ષ્મી સોસાયટી, કારેલીબાગ)
ઉર્વશી સંજયભાઈ ઠાકોર (રહે,ઈન્દીરાનગર, મકરપુરા)
વૈશાલીબેન વિજયસિંહ મહિડા (રહે, સરસ્વતી સોસાયટી, છાણી જકાતનાકા)
વિપુલ સુભાષભાઈ મિશ્રા (રહે, ફોર્ચ્યુન ગેલેરી સોસાયટી, વડસર બ્રિજ)
પોલીસે દારૂની મહેફિલમાંથી ઓલ સીઝન વીસ્કીની 4 બોટલ કબ્જે કરી
જે પી રોડ પોલીસે વચનામૃત રેસીડેન્સીના વૈભવી ફ્લેટમાં ચાલતી દારૂની મહેફિલમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન 5 મહિલાઓ સહિત 6 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂની મહેફિલમાંથી ઓલ સીઝન વીસ્કી સીલ પેક 3 બોટલ અને 1 બોટલ અડધી મળી કુલ 4 બોટલ કબ્જે કરી હતી. આ ઉપરાંત પોલીસે પોલીસે 6 મોબાઈલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ 23 નબીરોઓને લક્ષ્મીપુરા પોલીસ દારૂની મહેફિલ માણતા પકડી પાડ્યા હતા
વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલા ગ્રીનવુડ બંગ્લોમાં ચાલતી હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં એક મહિના પહેલા લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડીને 13 યુવતી સહિત 23 નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ઉદ્યોગપતિ, બિલ્ડર અને ડોક્ટરના સંતાનો હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. પોલીસને બંગ્લોમાંથી વોડકા, ટકીલાની બોટલો મળી આવતાં તમામના લોહીના નમૂના લીધા હતા અને સ્થળ પરથી મળી આવેલી દારૂની બોટલો, 4 કાર અને 10 નંગ મોંઘાદાટ મોબાઈલ મળી કુલ રૂ. 27 લાખની મતા જપ્ત કરાઈ હતી. પોલીસે 13 યુવતીઓ સહિત 23ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂની મહેફિલ માણતી 5 યુવતીઓ અને એક યુવકને પોલીસે ઝડપી પાડ્યા હતા
જે.પી. રોડ પોલીસે મહેફિલમાં પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી
ન્યૂ અલકાપુરી વિસ્તારમાંથી એક મહિના પહેલા દારૂની મહેફિલ ઝડપાઇ હતી
WatchGujarat.શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી વચનામૃત રેસીડેન્સીના વૈભવી ફ્લેટમાં શનિવારે મોડીરાત્રે દારૂની મહેફિલ માણતી 5 મહિલાઓ અને એક યુવકને પોલીસે ઝડપી પાડ્યા હતા. જે.પી. રોડ પોલીસે 5 મહિલા સહિત 6 લોકો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.